Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સિવિલ હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે કામ કરી ચુકેલા યુવક-યુવતિને પગારમાં અન્યાય

રેસકોર્ષની આર્ટ ગેલેરી પાસે એકઠા થઇ સુત્રોચ્ચાર કર્યાઃ જામનગરની એજન્સી મારફત કોવિડમાં ફરજ બજાવી હતી

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં કોરોનાની બીજી લહેર વખતે કલેકટર તંત્ર અને હોસ્પિટલ તંત્ર મારફત અલગ અલગ એજન્સી દ્વારા એટેન્ડન્ટને હંગામી ફરજ પર રાખવામાં આવ્યા હતાં. હાલમાં કોરોનાના તમામ વોર્ડ ખાલી થઇ ગયા છે અને દર્દીઓ પણ ન હોઇ નક્કી થયા મુજબ હંગામી એટેન્ડન્ટ્સને પણ જે તે એજન્સી દ્વારા છુટા કરી દેવામાં આવ્યા છે. જે પૈકીની જામનગરની સિધ્ધનાથ મારફત નોકરીમાં રહેલા એટેન્ડન્ટ્સ યુવક-યુવતિઓએ આજે રેસકોર્ષ આર્ટ ગેલેરી ખાતે એકઠા થઇ પોતાને પગાર નહિ અપાયો હોવાનો રોષ ઠાલવી સુત્રોચ્ચાર કર્યા હતાં. પગારમાં પમી જુન, ૧૦મી જુન પછી ૧૫મી જુનનો વાયદો કરાયો હતો. પરંતુ ગઇકાલે પણ પગાર ન અપાતાં અને હવે ૨૮મીએ પગાર મળશે એવું કહી દેવાતાં યુવક-યુવતિઓએ સુત્રોચ્ચાર કર્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:22 pm IST)