Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મવડી હેડકવાર્ટર પાસે ગોૈતમ પાર્કમાં પત્રકારની કારમાં તોડફોડઃ કર્ફયુ જાહેરનામા ભંગ બદલ ૧૩ની ધરપકડ

ડો. બાબાસાહેબનું સટેચ્યુ કોઇ ઉપાડવા જવાનું છે તેવી માહિતી પરથી પત્રકાર વિગતો માટે ગયા હતાં: તાલુકા પોલીસે કરસનભાઇની ફરિયાદ પરથી મગન જાદવ સામે અને જાહેરનામા ભંગ બદલ ટોળા સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૬: મવડી પોલીસ હેડકવાર્ટર સામે ગોૈતમ પાર્કમાંમોડી રાત્રે કેટલાક શખ્સો ડો. બાબાસાહેબનું સ્ટેચ્યુ ઉપાડવા જવાના છે એવી માહિતી મળતાં  એક પત્રકાર અને ફોટોગ્રાફર માહિતી મેળવવા જતાં તેની કાર પણ ધોકાવાળી થતાં અને કાચ ફોડી નાંખી નુકસાન કરવામાં આવતાં પોલીસે તોડફોડ કરનારા સામે ગુનો નોંધ્યો છે. આ સ્થળે ૧૩ જેટલા શખ્સોએ કર્ફયુ સમયે એકઠા થઇ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કરતાં આ લોકો સામે પણ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

આ બનાવમાં તાલુકા પોલીસે પેડક રોડ પર ગ્રામલક્ષ્મી સોસાયટી મેઇનો રોડ પર વાલ્મિકી આવાસ યોજના પાસે વાડીવાળા હનુમાનજી મંદિર પાસે રહેતાં અને ભારત કી શાન ન્યુઝમાં એક મહિનાથી પત્રકાર તરીકે કામ કરતાં કરસનભાઇ ભીખાભાઇ રાઠોડ (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી મગનભાઇ ચતુરભાઇ જાદવ સામે આઇપીસી ૪૨૭ મુજબ ગુનો નોંધ્યો છે.

કરસનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રે ૧૨:૪૫ કલાકે હું અને અમારા ફોટોગ્રાફર પંકજભાઇ ડી. ચુડાસમા મવડી હેડ કવાર્ટર સામે ગોૈતમ પાર્ક ખાતે કોઇ ડો. બાબાસાહેબનું સ્ટેચ્યુ ઉપાડવા જવાના છે તેવી માહિતી મળતાં ત્યાં અમારી કાર લઇને ગયા હતાં. ગોૈતમ પાર્કથી થોડે દૂર મેં મારી બલેનો કાર જીજે૧૬સીબી-૬૬૧૬ ઉભી રાખી હતી. ત્યાં અચાનક મગનભાઇ અને તેની સાથે અજાણ્યા માણસોએ આવી અમારી કાર પર આડેધડ લાકડીઓ ફટકારી કારના આગળ પાછળના કાચ તોડી નાંખ્યા હતાં. તેમજ સાઇડીના પડીયામાં પણ નુકસાન કર્યુ હતું.

આ લોકોએ ત્યાં રખાયેલા અન્ય વાહનોમાં પણ નુકસાન કર્યુ હતું અને ભાગી ગયા હતાં. એ પછી અમે ત્યાં ભેગા થયેલા લોકોને પુછતાં તેમણે આ લોકોએ પોતાની સાથે પણ બોલાચાલી અને ઝઘડો કર્યો હોવાનું કહ્યું હતું. હેડકોન્સ. હરદેવસિંહ રાઠોડે ગુનો નોંધી મગન જાદવની શોધખોળ હાથ ધરી છે.

દરમ્યિાન પોલીસે રાત્રીના ૧૧ વાગ્યે ૧૩ જેટલા લોકો કર્ફયુનો ભંગ કરી ગોૈતમ પાર્કમાં એકઠા થઇ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કરતાં હોઇ તેની સામે આઇપીસી ૧૮૮, જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પીએસઆઇ એન. ડી. ડામોરે ફરિયાદી બની નિલેષ નારણભાઇ નગવાડીયા (ઉ.૨૪-રહે. ભગવતીપરા જયપ્રકાશનગર), જીતેન્દ્ર નારણભાઇ પરમાર (ઉ.૨૮-રહે.ન ાના મવા આંબેડકરનગર-૪), નિતીન બાલાભાઇ પરમાર (ઉ.૧૯-રહે. આંબેડકરનગર-૨ કાલાવડ રોડ), હિરેન આણંદભાઇ બેડવા (ઉ.૨૧-રહે. મેઘમાયાનગર-૪ રાજનગર ચોક), દિપક ધનજીભાઇ દાફડા (ઉ.૪૦-રહે. આંબેડકરનગર-૬), દિવ્યેશ કાંતિભાઇ ચાવડા (ઉ.૨૮-રહે. ભીમનગર-૮ નાના મવા રોડ), સતિષ ગુલાબભાઇ વાઘેલા (ઉ.૩૩-રહે. રાધામીરા-૧ બ્લોક નં. ૧૮), કેતન નિતીનભાઇ સાગઠીયા (ઉ.૨૭-રહે. જુના વણકરવાસ-૩ મવડી), કાનજી મોહનભાઇ બાબરીયા (ઉ.૩૪-રહે. આંબેડકરનગર-૪), મનિષ છગનભાઇ મહિડા (ઉ.૨૦-રહે. ભીમનગર-૩ નાના મવા રોડ), સુનિલ રાજેશભાઇ દલસાણીયા (ઉ.૨૨-રહે. જયપ્રકાશનગર-૧ ભગવતીપરા), પરિમલ ત્રિભુવનદાસ સોલંકી (ઉ.૧૯-રહે. આંબેડકરનગર આવાસ કાલાવડ રોડ) તથા અમિત વિનોદભાઇ દાફડા (ઉ.૨૪-રહે. મોટા મવા ગામ મેલડી માતાજીના મંદિર પાસે)ની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ગોૈતમ પાર્કમાં એકઠા થયેલા લોકોએ ડો. બાબા સાહેબનું સ્ટેચ્યુ ઉપાડવામાં ન આવે તેવી માંગણી કરી હતી. આ લોકોએ એવું પણ કહ્યું હતું કે પોતાની સાથે પણ કારમાં તોડફોડ કરનારા લોકોએ માથાકુટ કરી હતી. સ્ટેચ્યુ કોણ ઉપાડવાનું છે તેની તપાસ કરવા પત્રકાર ગયા હતાં ત્યારે કારમાં તોડફોડ થઇ હતી.

(3:23 pm IST)