Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજકોટ શહેર-જીલ્લામાં હજુ રરપ દુકાનો ઉપર સસ્તા અનાજનો પૂરવઠો પહોંચ્યો નથીઃ 'આશીયાના' કોન્ટ્રાકટરની બધેથી હકાલપટ્ટી

ઘઉં-ચણાની ખરીદીમાં એન્જીનીયરો-પ્રોફેસરો મૂકાતા દેકારોઃ પેપરો જોવાના કે ઘઉં જોખવાના ?! : ઘઉં-ચણાની ખરીદી માટે નિગમ-રેવન્યુ-યાર્ડનો સ્ટાફ બેસાડયોઃ નવા લેબર કોન્ટ્રાકટર માટે ગાંધીનગરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજા બાવડાએ આજે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં ઉમેર્યુ હતું કે સસ્તા અનાજની દુકાનો ઉપર મફત અને રાહત દરે એનએફએસએ કાર્ડ હોલ્ડરોને આપવાનો થતો જથ્થો અંગે ગઇકાલે પ્રશ્ન હતો, પરંતુ આજે ધીમેધીમે તે હળવો થઇ રહ્યો છે.

તેમણે જણાવેલ કે પીએમજીવાયનો જથ્થો હાલ શહેર-જીલ્લાની કુલ ૭રપ માંથી પરપ દુકાનો ઉપર પહોંચી ગયો છે, તો ગુજરાત સરકારનો રાહત દરનો દર મહિને કાર્ડ હોલ્ડરોને આપવાનો થતો જથ્થો હાલ ૪૯૪ દુકાનો ઉપર પહોંચાડી દેવાયો છે, હજુ ર૦૦ થી રરપ દુકાનો ઉપર માલ પહોંચાડવાનો બાકી છે, અને શુક્રવાર સુધીમાં આ પણ કલીયર કરી લેવાશે.

તેમણે જણાવેલ કે જે દુકાનો ઉપર જથ્થો નથી પહોંચ્યો ત્યાં એવુ નથી કે માલ નથી, વિતરણ તો તમામ દુકાનોમાં ચાલુ છે, અને કોઇ માથાકૂટ કે દુકાનદારોમાં પણ દેકારો નથી.

પૂરવઠા નિગમના લેબર કોન્ટ્રાકટરે મજૂરો પૂરા નહિ પાડતા તેની હકાલપટ્ટી અંગે ડીએસઓ એ જણાવ્યું હતું કે નિગમનો કોન્ટ્રાકટરમાંથી અમે હકાલપટ્ટી કરી હતી, આ કોન્ટ્રાકટરને અનેક વખત નોટીસો અપાઇ-ચેતવણી અપાઇ છતાં તેણે યોગ્ય નહિ કરતા, મજૂરો પૂરા નહિ પાડતા આખરે સરકારનું ધ્યાન દોરાયું હતું, અને સરકારની સુચના આવતા તેમની ઘઉં-ચણાની ખરીદીમાં લેબર પૂરા પાડવા અંગેના કોન્ટ્રાકટમાંથી પણ દૂર કરાયા છે, હવે નવા લેબર કોન્ટ્રાકટર માટે ગાંધીનગરથી ટેન્ડર સહિતની કાર્યવાહી થશે, અને ત્યાંથી ફાઇનલ થયે નવા કોન્ટ્રાકટર નિમાશે. શ્રી પૂજા બાવડાએ જણાવ્યું હતું કે હાલ તો ઘઉં-ચણાની ખરીદી અંગે રેવન્યુ, નિગમ અને યાર્ડનો સ્ટાફ મૂકાયો છે, અને નવા કોન્ટ્રાકટર આવતા તે મુજબ કાર્યવાહી થશે. દરમિયાન ઘઉં-ચણાની ખરીદીમાં સ્ટાફની અછત હોય, સરકારી એન્જીનીયરો, પ્રોફેસરોને મૂકાતા દેકારો મચી ગયો છે, પ્રોફેસરો એવુ કહે છે કે અમે પેપર તપાસીએ કે ઘઉં-ચણાનું વજન કરીએ આ બાબતે ઉચ્ચસ્તરે રજૂઆતો થશે તેમ સૂત્રો ઉમેરે છે.

(3:26 pm IST)