Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આઝાદ ચોકમાં સીટી બસના કાચ ફૂટ્યાઃ એકટીવા ચાલક યુવાન સીટી બસની અડફેટે આવ્યા બાદ ટોળાએ પથ્થરમારો કર્યોઃ યુવાનને ઇજા થતા હોસ્પિટલમાં દાખલ

રાજકોટ : શહેરના રૈયા રોડ ઉપર આવેલ આઝાદ ચોક ખાતે બપોરે ૩ વાગ્યે સીટી બસના કાચ પથ્થર મારી ફોડી નખાયા હતાઃ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે એકટીવા ચાલક સદીન તોફીક સૈયદ (ઉ.૧૯, રહેવાસી આમ્રપાલી પાસે)  સીટી બસની અડફેટે આવતા આસપાસ એકત્ર થયેલ લોકોનું ટોળુ રોષે ભરાયેલ અને બસ ઉપર પથ્થરમારો કરતા બસનો આગલા કાચમાં તીરાડ પડી ગઇ હતીઃ ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૃ કરેલ : આ ઘટનામાં એકટીવા ચલાવતા યુવાનને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે

(5:14 pm IST)