Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સમાજોપયોગી સંશોધન અને જીવનોપયોગી શિક્ષણ માટે આ રહી સ્કોલરશીપ

એમ.એસ.સી.તથા એમ.ટેક ડીગ્રીધારકો માટે ફેલોશીપ : ધોરણ ૧ થી સ્નાતક કક્ષા સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મેળવી શકે છે : કોરોના દરમ્યાન કમાનાર સ્વજન કે સ્વજનોની નોકરી ગુમાવનાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ ઉપલબ્ધ

રાજકોટ તા. ૧પ :.. શિક્ષણને કારણે ઉચ્ચ અને ઉજજવળ કારકિર્દીનું નિર્માણ શકય છે ત્યારે જીવનમાં શિક્ષણને અસામાન્ય મહત્વ આપવામાં આવે છે. સમાજોપયોગી શિક્ષણ મેળવવા માટે હાલમાં અલગ - અલગ સંસ્થાઓ દ્વારા સ્કોલરશીપ - ફેલોશીપ પણ ઉ૫લબ્ધ છે. શિષ્યવૃતિના સંગાથે મનગમતું શિક્ષણ પણ લઇ શકાય છે. ઉપલબ્ધ તમામ શિષ્યવૃતિઓ ઉપર એક નજર કરીએ તો...

 IIT જોધપુર સિનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી જોધપુર અનુસ્નાતક ડીગ્રી ધારકો પાસેથી અરજીઓ મંગાવે છે. પસંદ થનાર ઉમેદવારે 'GA 203-બેઝડ નેનો મટીરીયલ્સ વિથ કંટ્રોલ્ડ ડીફેકટ એન્ડ ઇમ્પ્યોરીટી કંપોઝીશન  ફોર એડવાન્સ્ડ ઇલેકટ્રોનિક ડીવાઇસીઝ' નામના પ્રોજેકટ ઉપર કામ કરવાનું થશે. તારીખ રપ-૬-ર૦ર૧ સુધીમાં માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી કરવાની છે. પસંદ થનાર ફેલો ને માસિક ૩પ હજાર રૂપિયા તથા HRAમળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારો ૩પ વર્ષથી નીચે ઉમર ધરાવે છે અને જેઓએ બે વર્ષના રીસર્ચ અનુભવની સાથે  CSIR/UGC NET અથવા ગેટ પરીક્ષા સાથે ફીઝીકસ/કમેસ્ટ્રી/નેનો ટેકનોલોજી/મટીરીયલ સાયન્સમાં એમ. એસ. સી. કરેલ હોય અથવા તો બે વર્ષના રીસર્ચ અનુભવની સાથે ગેટ/નેટ સાથે માઇક્રો-ઇલેકટ્રોનિક/ઇલેકટ્રોનિકસ/નેનો ટેકનોલોજી/ ફીઝીકસ/મટીરીયલ્સમાં એમ. ટેક. કરેલ હોય તેઓ અરજીપાત્ર છે. ઉમેદવારો પાસે થિન ફીલ્મ ડીપોઝીશન, ઓષ્ટો ઇલેકટ્રોનિક ડીવાઇસીઝ, ડીવાઇસ ફેબ્રીકેશન, મટીરીયલ કેરેકટરાઇઝેશન વિગેરેનું જ્ઞાન હોવું પણ જરૂરી છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/RSR4

  ભૂમિ ફેલોશીપ ર૦ર૧-રર અંતર્ગત સ્વયં સેવી સંસ્થા ભૂમિ દ્વારા ર૦ થી ૩૦ વર્ષની ઉંમરના યુવા સ્નાતકો પાસેથી ૩૦-૬-ર૦ર૧ ની છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદ થનાર ઉમેદવારને માસિક ૧૮ હજાર રૂપિયા તથા અન્ય લાભ મળશે. આ સ્કોલરશીપ અંતર્ગત ઉમેદવારોને ભારતમાં શિક્ષણની ગુણવતા સુધારવા માટે બે વર્ષની નોન રેસીડેન્શીયલ ફેલોશીપ આપવામાં આવે છે. ફેલોશીપનો ઉદેશ્ય સ્કુલોમાં તથા શિક્ષણ જગતમાં હકારાત્મક અને દીર્ઘકાલીન ઉપયોગી પરિવર્તન લાવવાનો છે.

-અરજી કરવા માટેની પાત્રતા

સ્નાતક થયેલ કે સ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ર૦ થી ૩૦ વર્ષની વચ્ચેના અને કોઇપણ ક્ષેત્રમાં શરૂઆતથી સ્વયંસેવક તરીકે કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવાર અરજીપાત્ર છે. ઉમેદવારોમાં આ ફુલ ટાઇમ ફેલોશીપ સાથે શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવાનો દૃઢ ઉત્સાહ હોવો જોઇએ.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/THB1

  કોવિડ ક્રાઇસીસ (જયોતિ પ્રકાશ) સપોર્ટ સ્કોલરશીપ પ્રોગ્રામ ર૦ર૧ અંતર્ગત જે બાળકો તેના પરિવાર સાથે કોરોનાને કારણે શિક્ષણ લેવા માટે આર્થિક સહયોગ ઇચ્છે છે તેઓ તારીખ ૩૦-૬-ર૦ર૧ સુધીમાં  ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓન ેવાર્ષિક ૩૦ હજાર રૂપિયા સુધી તથા મેન્ટરશીપનો લાભ મળવાપાત્ર થશે.

-અરજી કરવાની પાત્રતા

ધોરણ ૧ થી સ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. કે જેઓ કોરોના સંકટ દરમ્યાન જાન્યુઆરી ર૦ર૦ થી આજ સુધીમાં પોતાના માતા-પિતા પરિવારના કમાનાર સભ્યો અકાળે દુઃખદ અવસાન રૂપે ગુમાવી ચૂકયા હોય. અથવા તો પરિવારમાં કોઇ કમાનાર ન હોય અને તેની પાસે નોકરી / રોજગાર ન હોય અને એડમીશન લઇ લીધું હોય તથા પોતાનું શિક્ષણ ચાલુ રાખવા માંગતા હોય તેઓ આ શિષ્યવૃતિ માટે અરજીપાત્ર છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/CCSP 1

આજના યુગમાં શિક્ષણ અનિવાર્ય છે અને હાલમાં વિવિધ ક્ષેત્રે અને સંસ્થા દ્વારા જીવનોયોગી સ્કોલરશીપ મળી રહી છે. ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરીદો.સાચી નીતિથી મહેનત કરનારે ઇશ્વર પણ સાથ આપે જ છે.સૌનેબેસ્ટ ઓફ લક.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(3:54 pm IST)