Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રસીકરણમાં સુપરસ્પ્રેડરો હજુ ઉત્સાહી નથી !!

ખાણીપીણીના ૫૧ ધંધાર્થીમાંથી માત્ર ૨૨ એ જ વેકસીન મુકાવી : તંત્રનું ચેકીંગ

આઇસ્ક્રીમ, તુવેરદાળ સહિત ૫ ખાદ્યચીજોના નમૂના લેતું આરોગ્ય વિભાગ

રાજકોટ તા. ૧૫ : હાલમાં આરોગ્ય તંત્ર દ્વારા ખાણીપીણી અને ફૂડ ડિલવરીમેન જેવા સુપરસ્પ્રેડરોને કોરોના સામે રક્ષણ આપતી વેકસીન આપવાની ઝુંબેશ શરૂ કરાઇ જે અંતર્ગત શહેરના ૫૧ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરી વેકસીન લીધી છે કે કેમ ? તેની તપાસ કરતા માત્ર ૨૨ ધંધાર્થીએ જ વેકસીન લીધાનું ખુલ્યું હતું. આમ, વેકસીનેશનમાં સુપરસ્પ્રેડરોમાં હજુ ઉત્સાહ નહી હોવાનું તારણ નિકળ્યું હતું.

વેકસીનેશન માટે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડના માર્ગદર્શન હેઠળ ફેરીયા, ખાણીપીણીના ધંધાર્થીઓ, ફૂડ ડીલવરી બોય વગેરેમાં જાગૃતતા લાવી આ સુપરસ્પ્રેડરો ઝડપથી વેકસીન લઇ સુરક્ષિત થાય તે માટે હવે ચેકીંગ શરૂ કરાયું છે. જેમાં ૫૧ વેપારીમાંથી માત્ર ૨૨ ખાણીપીણીના ધંધાર્થીઓએ જ વેકસીન લીધાનું બહાર આવતા બાકી રહી ગયેલા વેપારીઓના વેકસીનેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને તેઓને રસીકરણ કેન્દ્ર ખાતે મોકલી વેકસીન મુકાવી લેવા સમજાવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા જાહેરજનતાના આરોગ્ય હિતાર્થે રાજકોટ શહેરની જાહેર જનતાને ભેળસેળરહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગતો આ મુજબ છે. 

જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં(૧) જેપીપીએલ ગોલ્ડ તુવેર દાળ (૨૫ કિલો) સ્થળ : રમેશકુમાર એન્ડ કાં બી-૨૭, માર્કેટીંગયાર્ડ, આર.ટી.ઓ પાસે (૨) ડિલાઇટ આઇસ્ક્રીમ - ચોકોબાર (૫૦ એમએલ) સ્થળ : ડી.કે એન્ટરપ્રાઇઝ, ૧૫-પંચનાથ પ્લોટ, પંચનાથ મંદિર પાસે, રાજકોટ (૩) જેપીપીએલ ગોલ્ડ તુવેર દાળ (૨૫ કિલો) સ્થળ : રમેશકુમાર એન્ડ કાં બી-૨૭, માર્કેટીંગયાર્ડ, આર.ટી.ઓ પાસે (૪) હેવમોર આઇસ્ક્રીમ - અમેરિકન નસ્ટ (૭૦૦ એમએલ પેક) સ્થળ : મહાવીર આઇસ્ક્રીમ, સૌરાસ્ટ્ર કલાકેન્દ્ર મે.રોડ, શેરી નં ૭ કોર્નર, મેઘધારા કોમ્પલેક્ષ, શોપ નં ૧૨ પાસે (૫) તુવેરદાળ (તેલવાળી - લુઝ) સ્થળ : ભગતકૃપા પ્રોવિઝન સ્ટોર યોગેશ્વરપાર્ક મે. રોડ, યોગીનગર કોર્નર, રાજકોટનો સમાવેશ થાય છે.

(3:54 pm IST)