Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કાલથી અટકેલી ચૂંટણી પ્રક્રિયા આગળ વધી શકશે

સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ પરનો પ્રતિબંધ દૂર, રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણી ૩ મહિના પછી

રાજકોટ, તા. ૧૫ :. રાજ્ય સરકારે કોરોનાની પરિસ્થિતિના કારણે સહકારી ક્ષેત્રની બેકો, માર્કેટયાર્ડો, ડેરીઓ, મંડળીઓ વગેરેની ચૂંટણી પર ૧૫ જૂન સુધી પ્રતિબંધ મુકેલ. તે મુદત આજે પુરી થઈ રહી છે. કોરોનાની પરિસ્થિતિ મહદઅંશે થાળે પડી ગઈ હોવાથી હવે પ્રતિબંધ લંબાવવાની કોઈ હિલચાલ ન હોવાનું સરકારના ટોચના વર્તુળો જણાવે છે. ચૂંટણી પ્રક્રિયા જ્યાંથી અટકી પડેલ તે આવતીકાલથી શરૂ થઈ શકશે.

રાજકોટ (બેડી) માર્કેટયાર્ડની મુદત ૧૫ જુલાઈઍ પુરી થાય છે. હજુ ચૂંટણીલક્ષી કોઈ પ્રક્રિયા થઈ નથી. કાલથી બાન ઉઠી રહ્ના હોવાથી હવે જિલ્લા રજીસ્ટ્રાર સરકારમાં ચૂંટણીની દરખાસ્ત કરશે. રજીસ્ટ્રારની દરખાસ્તથી મતદાન સુધીનો પ્રક્રિયાનો સમયગાળો ત્રણેક મહિનાનો હોય છે. ચૂંટણી પ્રક્રિયા રાબેતા મુજબ ચાલે તો મતદાન સપ્ટેમ્બર અથવા ઓકટોબર પ્રારંભે આવવાની શકયતા છે ત્યાં સુધી હાલની ચૂંટાયેલી પાંખ યથાવત રહે તેવા સંજાગો છે.

(4:03 pm IST)