Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મોડીસાંજે રાજકોટમાં અનરાધાર દોઢ ઇંચ વરસાદ વરસ્યો : રસ્તાઓમાં નદીઓ વહી ગઈ: સર્વત્ર ટાઢક

ગઈકાલ મુજબ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો

રાજકોટ : મોડીસાંજે રાજકોટમાં અનરાધાર વરસાદ તૂટી પડ્યો  છે,  સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસી  ,મોટાભાગના રસ્તાઓમાં નદીઓ વહી હતી,મોડીસાંજે  ભારે વરસાદથી નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, મોડીસાંજે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપથી રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ છે , બે કલાકમાં અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેમાં ગઈકાલ મુજબ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો

(10:44 pm IST)