Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પદે ચેતનભાઇ કમાણી

રાજકોટ, તા. ૧૪ :  આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી ડો. સંદિપ પાઠક (રાજયસભા સાંસદ સભ્‍ય) દ્વારા રાજકોટ શહેર પ્રમુખ તરીકે સી.એ. ચેતનભાઇ કમાણીની નિમણુંક કરવામાં આવતા ચોમેરથી શુભેચ્‍છાઓ વર્ષી થઇ રહી છે.

ચેતનભાઇ કમાણીએ ચાર્ટડ એકાઉન્‍ટ તરીકે ખ્‍યાતનામ સિધ્‍ધી હાંસલ કરેલ છે. હાલમાં નવદુર્ગા ગરબી મંડળ-અંબીકા ટાઉનશીપમાં પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. અંબીકા યુવા ગૃપમાં સમાજ ઉપયોગી કામગીરી કરી રહ્યા છે.

શહેર પ્રમુખ તરીકે નિમણુંક થતા તેમના મિત્ર વર્તુળ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ નામાંકિત ઔદ્યોગિક એકમો દ્વારા અભિનંદન મળી રહ્યાનું શહેર પૂર્વ મહામંત્રી કે.કે. પરમારની યાદીમાં જણાવાયું છે.

(5:05 pm IST)