Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મોટા મૌવામાં ભાજપની ખાટલા બેઠક

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સાહેબ તથા પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના અધ્‍યક્ષ પ્રદ્યુમનભાઇ વાંઝાની સુચના અનુસાર તેમજ જીલ્લા ભાજપ અધ્‍યક્ષશ્રી મનસુખભાઇ ખાચરીયા, જીલ્લા મહામંત્રીશ્રીઓ નાગદાનભાઇ ચાવડા, શ્રી મનસુખભાઇ રામાણી, શ્રી મનીષભાઇ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ ખાટલા બેઠક કાર્યક્રમ રાજકોટ જિલ્લા ભાજપ અ.જા.મોરચા પ્રમુખ મનોજ રાઠોડની ઉપસ્‍થિતીમાં યોજાઇ ગયો જેમાં કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાની પત્રિકાનું વિતરણ કરેલ અને કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાની ખાટલા બેઠકમાં મનોજ રાઠોડે માહિતી આપેલ હતી. મોટા મૌવાના લક્ષ્મીના ઢોળે ખાટલા મળેલે આ બેઠકમાં રામભાઇ સોલંકી, જગદીશભાઇ પરમાર, જતીન પરમાર, અમીત પરમાર, બાબુભાઇ, સાગરભાઇ, આશીસભાઇ, કારૂભાઇ, નરેશભાઇ, દીનેશભાઇ ઉપસ્‍થિત રહેલ. રાજકોટ જીલ્લાના લોધિકા, કોટડાસાંગાણી, પડધરી સહિતના તાલુકામાં ખાટલા બેઠક યોજાઇ હતી.

(2:45 pm IST)