Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

પૂ.આ.શ્રી ધર્મધ્‍વજસુરિજીનું પાલીતાણામાં ચાતુર્માંસ

૫૦૦ શંખેશ્વર પાર્શ્વનાથ અઠમ તપના આરાધક : પૂ.શ્રી.આજીડેમ દેરાસર તથા રતનપર જિનાલયના પ્રણેતા છે

રાજકોટ,તા. ૧૫ : પૂજયપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીજી ના સમુદાયનાં પૂ. આ. ધર્મધુરંધરસૂરિજીનાં શિષ્‍યરત્‍ન પૂ. આ. શ્રી ધર્મઘ્‍વજસૂરિજી (મો. નં. ૯૯૭૯૧૫૨૮૮૭) તથા પૂ. મુનિશ્રી વિધાધરવિજયજી મ. સાહેબ તથા પૂ. મૂનિશ્રી વિધાધરવિજયજી મ.સાહેબ અને ૫૦૦ આયંબિલનાં તપસ્‍વી મુનિ શ્રી જ્ઞાનકિર્તિ વિજયજી પાલીતાણા ડુંગર જેઓએ અત્‍યારસુધીમાં ૧૦૦૦ વાર ચડયો છે આદિનો પાલીતાણા શ્રી કેશરૈયાજીનગરમાં ચાતુર્માસ પ્રવેશ તા.૨૨ને બુધવારે સવારે ૭:૩૦ કલાકે પ્રવેશ રાખેલ હોઈ સર્વે સંધોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. આ.. શ્રી ધર્મઘ્‍વજસૂરિજી નો દીક્ષા પર્યાય પ૪ વર્ષ છે તેમજ વૈશાખસુદ સાતમ ને રાણકપુર તીર્થ ખાતે આચાર્યપદની પદવી સુશીલસુરીશ્વરજી મ.સાહેબનાં શુભ હસ્‍તે મળેલ છે. તેઓએ કચ્‍છ, રાજસ્‍થાન,ગુજરાત વગેરે જગ્‍યાએ વિહાર કરેલ છે. અત્‍યાર સુધીમાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ૫૦૦ અઠમ તપ કર્યા છે. સૃરીમંત્રની બીજી અને ત્રીજી પીઠીકા આજીડેમ દેરાસર ખાતે કરેલ છે.

પૂ.શ્રી આજીડેમ દેરાસર (રાજકોટ) તથા રતનપર રાજકોટ દેરાસર નાં પ્રણેતા છે. હાલમાં રતનપર દેરાસર તેમનાં માર્ગદર્શન હેઠળ બની રહયું છે. યુવા ઉત્‍થાનના કાર્યો માટે મહારાજ સાહેબ કાર્યા પણ કરી રહયા છે.

 

(2:52 pm IST)