Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

પુર-હોનારત સમયે શું કરવું જોઇએ ? SRP જવાનોને તાલીમ અપાઇ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઈમરજન્‍સી શાખા દ્વારા ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીઝ શાખા હસ્‍તકના મોરબી રોડ આવેલ ઇમરજન્‍સી રીસ્‍પોન્‍સ સેન્‍ટર ખાતે SRPના અધિકારી તથા જવાનો જીલ્લા તથા આસપાસના એરીયામા ભુકંપ, પુર - હોનારત, વાવાઝોડાના સમયે બચાવ કામગીરી માટે સ્‍ટેન્‍ડ બાય ઘંટેશ્વર એસ આર પી ગૃપના અધિકારી / કર્મચારીઓ ૧ પોલીસ ઇન્‍સપેકટર, ૨ - પોલીસ સબ ઇન્‍સપેકટર, ૬૦ -  એ.એસ.આઇ. તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ એમ કુલ-૬૩ સર્ચ એન્‍ડ રેસ્‍ક્‍યુની તાલીમ આપવામા આવી છે તેમજ હજુ વધારે આગામી સમયમા બે થી ત્રણ દિવસ તાલીમ આપવામા આવશે. ઉપરોક્‍ત તાલીમ દરમ્‍યાન એસઆરપી ગૃપના અધિકારી - કર્મચારીઓને સર્ચ એન્‍ડ રેસ્‍ક્‍યુની તાલીમફાયર એન્‍ડ ઈમરજન્‍સી વિભાગના ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર માર્ગદર્શન હેઠળ સ્‍ટેશન ઓફિસર એચ. પી. ગઢવી. તથાફાયર મેન વિકાસ રાઠોડ, વિપુલ સોલંકી, રમેશભાઇ જાળીયા તથા ડ્રાઇવરશ્રી માનવ દુસરા સહિતના સ્‍ટાફ દ્વારા જીલ્લા તથા આસપાસના એરીયામા ભુકંપ, પુર - હોનારત, વાવાઝોડાના સમયે શું કરવું અને શું ન કરવું જોઇએ? તેમજ સર્ચ એન્‍ડ રેસ્‍ક્‍યુ તથા બચાવ કામગીરી તેમજ જાનમાલનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગેની તાલીમ આપવામાં આવેલ.

(2:53 pm IST)