Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

બાકીદારની મિલ્કતનો કબજો બંધન બેંકને સોંપવા કોર્ટનો હુકમ

રાજકોટ,તા. ૧૫ : અત્રે બંધનબેંક લીમીટેડની લેણી રકમ વસુલાત માટે સરફેસી એકટ તળે રાજકોટની ચીફકોર્ટ દ્વારા અરજદાર બેંકને કોર્ટ કમિશ્નર તથા પોલીસ બંદોબસ્ત સાથે મિલ્કતનો કબજો સોંપી અપાવવાનો હુકમ કોર્ટ ફરમાવેલ છે.

અરજદાર બેંક રાજેશ ઉર્ફે રાજેન્દ્ર ભગવાનજીભાઈ ખોખર દ્વારા સીકયોર્ડ હોમ લોન મેળવી, લોનનાં હપ્તાં ચૂકવવામાં ઠાગા ઠૈયા કરતાં હોય, જેઓનાં રૂપિયા ૭,૬પ,૬૧૩.રપ, રકમ બાકી લેણા પેટે નીકળતી હોય, બાકીદાર લોન ચૂકવવામાં નિષ્ફળ ગયેલ હોય, જેથી બેંક દ્વારા સરફેસી એકટ–ર૦૦ર તળે કોર્ટમાં બાકીદારની મિલ્કતનો કબજો મેળવવા અરજી કરેલ, જે અરજી ચાલી જતાં નામદાર રાજકોટની ચીફ કોર્ટના નામદાર નામદાર ચીફ જજ સાહેબ શ્રી એસ.વી. મનસુરી સાહેબ દ્વારા બાકીદારની મિલ્કતનો કબજો અરજદાર બેંકને સોપવા હુકમ ફરમાવેલ હતો.

આમ છતાં બાકીદારે લોન ચૂકવવા કોઈ દરકાર લીધેલ ન હોય, બેંકમાંથી લોન લઈને હપ્તા ના ભરવાની લોકોની માનસિકતા તથા વર્તન સામે દાખલા રૂપ હુકમ કરી તથા કોર્ટનાં હુકમની અમલવારી માટે કોર્ટ કમિશ્નર તથા પોલીસ બંદોબસ્ત સાથે ઉપરોકત બાકીદારની મિલ્કતનો કબજો સોપી નોંધવા લાયક દાખલો બેસાડેલ છે.

અરજદાર બંધનબેંક તરફે એડવોકેટ મોહીત ડી. લીંબાસીયા, હીરેન એચ. પંડયા અને ચીરાગ એચ. પરમાર, હીમાંશુ પરમાર, વિવેક સંચાણીયા તથા જીજ્ઞેશ કલસારીયા રોકાયેલ છે.

(3:35 pm IST)