Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

જમાઇને આપઘાત કરવાની ફરજ પાડવા અંગે પકડાયેલ સાસુ-સસરાના જામીન મંજુર

રાજકોટ તા. ૧પઃ અત્રે જમાઇને આપઘાત કરવાની ફરજ પાડવાના ગુન્હામાં પકડાયેલ સાસુ સસરાનો જામીન પર છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ ગુન્હાની વિગત એવી છે કે, મરણ જનાર કિશન ીદલીપભાઇ સોલંકી વાળાને તેની પત્નિ દિવ્યાબેન તથા સસરા કનુભાઇ પરમાર, સાસુ રામુબેન પરમાર તથા સાળા વિક્રમભાઇ કનુભાઇ પરમાર તથા કિશન કનુભાઇ પરમાર, સાગર કનુભાઇ પરમાર તથા કીટી કનુભાઇ પરમાર મરણજનારને અવાર નવાર ત્રાસ આપતા હોય અને અગાઉ મરણ જનારને તેના સાળાઓએ માર પણ મારેલ હોય અને ઉપરોકત તમામ આરોપીઓ મરણ જનાર પાસે છુટાછેડા કરવાના રૂપિયા ૩ લાખની માંગણી કરતા હોય આમ ઉપરોકત મુજબના દુઃખ અને ત્રાસના કારણે મરણ જનાર જીંદગીથી કંટાળી જઇ ઉપરોકત આરોપીઓને સુસાઇડ કરતા પહેલા બે ઓડીયો તથા બે વોટસએપ ટેકસ મેસેજ લખી અને પોતાની જાતે ગળાફાંસો ખાઇ લેતા મરણ ગયેલ હોય જે આત્મહત્યા આ કામના આરોપીઓના દુષ્પ્રેરણના કારણે કરી લેતા આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ગુન્હો આચર્યા બાબતની ફરિયાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં કરતાં ગુનો નોંધાયો હતો.

આ કામે આરોપી કનુભાઇ પરમાર, સાસુ રામુબેન પરમારનાઓની પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કરેલ હોય જેથી જામીન પર મુકત થવા માટે પોતાના એડવોકેટ મારફત સેસન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારેલ હતી. જે જામીન અરજીની સુનાવણી સમયે આરોપી સાસુ સસરાના એડવોકેટ વિજય ડી. બાવળીયા, રમઝાન આઇ. આગરીયાએ હકીકતો તથા નિતિ વિષયક રજુઆતો કરેલ હતી. જેને સેસન્સ કોર્ટ માન્ય રાખીને આરોપી સાસુ-સસરાને જામીન પર મુકત કરેલ હતા.

આ કામે આરોપી કનુભાઇ પરમાર, સાસુ રામુબેન પરમાર વતી એડવોકેટ વિજય ડી. બાવળીયા, રમઝાન આઇ. આગરીયા, રાહુલ મકવાણા રોકાયેલ હતા.

(5:03 pm IST)