Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મનપાના ૩ BHK ફલેટના ફોર્મની મુદ્દત માં ફરી ૧પ દિ'નો વધારો

ખાલી પડેલ ફલેટ માટે પપ૧૩ ફોર્મ ઉપડયાઃ પરત ૧પપર આવ્યાઃ ૩૦ જુન સુધી નવી તારીખ જાહેર કરતા પદાધિકારીઓ

રાજકોટ તા. ૧પઃ મહાનગરપાલિકા દ્વારા પ્ત્ઞ્-૧ર૬૮ આવાસોના બાંધકામની કામગીરી હાલ ચાલુ છે. જે પૈકી હાલ ખાલી રહેલ ૭૬૯ આવાસ અને ભવિષ્યમાં ખાલી પડનાર આવાસ માટે મહાનગરપાલિકા દ્વારા ફોર્મ વિતરણ માટે વિશેષ તા. ૩૦ જુન સુધીની મુદત લંબાવી હોવાની જાહેરાત પદાધિકારીનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.

આ અંગે મેયર પ્રદિપ ડવ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, મ્યુ. કમિશ્નર અમિત અરોરા, હાઉસીંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતું કે, આજ સુધીમાં પ૩૧૩ અરજદારો દ્વારા ફોર્મ મેળવવામાં આવેલ. જયારે ગઇકાલ સુધીમાં ૧પપર લાભાર્થીઓ દ્વારા ફોર્મ પરત આપેલા છે.

જે લોકોએ ફોર્મ ઉપાડેલ છે તેવા લાભાર્થીઓ સંજોગોવસાત ફોર્મ પરત આપી શકેલ ન હોય તેવા લાભાર્થીઓ ફોર્મ પરત આપી શકે અને નવા લાભાર્થીઓ પણ ફોર્મ મેળવી શકે તેવા હેતુથી વિશેષ મુદત વધારો આપવાનું એટલે કે તા. ૩૦ જૂન સુધી લાભાર્થી ફોર્મ મેળવી શકશે અને પરત આપી શકશે.

આવાસ યોજનાના ફોર્મ શહેરની આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની જુદી જુદી ૬ શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઇન માટે ફોર્મની ફી રૂ. ૧૦૦ રહેશે જયારે ઓનલાઇન ફોર્મ ભરનારને ફી રૂ. પ૦ આપવાની રહેશે.

 MIG નાં આવાસની કિંમત રૂ. ૧૮ લાખ અને ફોર્મ સાથે રૂ. ર૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

 કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ. ૬.૦૦ લાખથી રૂ. ૭.પ૦ લાખ સુધીની હોઇ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

MIG પ્રકારના આવાસમાં અંદાજીત ૬૦.૦૦ ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્ની, સાથે સુવિધા આપવામાંઆવશે.

મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણ અને પરત આપવાનો સમય સવારે ૧૦-૩૦ થી સાંજે ૪-૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે ૧૧-૦૦ થી બપોરે ૩-૦૦ વાગ્યા સુધીનો રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાની WWW. RMC.GOV.IN વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. (૭.૪૬)

નિર્માણ પામેલ આવાસોની માહિતી

વિસ્તાર                     આવાસોની     માળ

                                     સંખ્યા

જયભીમનગર પાસે, હેવલોક    ૨૬૦   પાર્કિંગ+૩ માળ

એપાર્ટમેન્ટની સામે, નાના મવા રોડ

વસંત માર્વલની બાજુમાં, શિવધામ           ૨૮૮       પાર્કિંગ+૯ માળ

સોસા. સામે, વિમલનગર મેઇન રોડ

૧૫૦ ફુટ રીંગ રોડ, દ્વારીકાધીશ ૪૪૮  પાર્કિંગ+૭ માળ

હાઇટસની સામે, ઓસ્કાર

ગ્રીન સીટીની બાજુમાં

સેલેનીયમ હાઇટસની સામે,        ૨૭૨   પાર્કિંગ+૮ માળ

મવડીથી પાળ ગામ રોડ                પાર્કિંગ+૯ માળ

(3:41 pm IST)