Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ઘંટેશ્વરમાં પતરૂ તૂટતાં બલરામ વૃધ્ધા રંજનબેન પર ખાબકયોઃ બંનેને ઇજા

વરસાદથી બચવા ઓરડી પર તાલપત્રી બાંધતી વખતે અકસ્માત

રાજકોટ તા. ૧૫: ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતો અને રસ્તા પર અંગ કસરતના ખેલ કરી ગુજરાન ચલાવતો બલરામ મહેરમ નટ (ઉ.૩૫) પોતાની ઓરડી પર ચડી વરસાદથી બચવા માટે તાલપત્રી બાંધી રહ્યો હતો ત્યારે બાજુની ઓરડીના પતરા પર પગ મુકાઇ જતાં તેનું પતરૂ સડી ગયું હોઇ પતરૂ તોડીને બાજુની ઓરડીમાં નીચે ખાબકતાં આ ઓરડીમાં રહેતાં વૃધ્ધા રંજનબેન જયદેવભાઇ શુકલ (ઉ.૬૦) ઉપર પડતાં બંનેને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જેમાં વૃધ્ધાને વધુ ઇજા પહોંચી હોઇ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે બલરામને કમરમાં ઇજા થઇ હોઇ પ્રાથમિક સારવાર બાદ રજા અપાઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(3:43 pm IST)