Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

એ.સી.બી.ના છટકામાં લાંચ કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજૂર

રાજકોટ,તા. ૧૫ : અત્રે એ.સી.બી.ના ગુન્હામાં સંડોવાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો સ્પે.અદાલતે ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે તા. ૩૦/૫/૨૦૨૨ના રોજ ફરીયાદી સંદીપ ભરતભાઇ રાણપરાએ પોતાના સંબંધીને પાસપોર્ટ કઢાવવાનો હોય જેને કાયદેસરનું કામ કરી આપવાની અવેજ પેટે પોલીસ કમિશ્નર કચેરીમાં પાસપોર્ટ વિભાગમાં કામ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુર શાંતિલાલ પેગ્યાતર તથા તેના માણસ ચંદ્રશેખ ગોવિંદરાય કરંદીકર બંનેએ ભેગા મળી ફરીયાદ પાસે પ્રથમ રૂા. ૪૦૦૦ની ત્યારબાદ રૂા. ૨૦,૦૦૦ ની માંગણી કરી રૂા. ૧૦,૦૦૦ પોતાના અંગત લાભ સારૂ અયોગ્ય લાભ મેળવી મયુરભાઇએ પોતાના રાજ્યસેવકના હોદાનો દુરઉપયોગ કરી  બંનેએ એક બીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય જે મતલબની ફરીયાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અટકાવવાનો અધિનિયમ એકટ કલમ -૭ (૨) ૧૨,૧૩(૨) મુજબ ફરિયાખ આપેલી.

ઉપરોકત કામમાં પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી અને રીમાન્ડ પર મેળવેલ. ત્યારબાદ કોર્ટ હવાલે કરતાં આરોપી જેલ હવાલે થયેલ. ત્યારબાદ ઉપરોકત કામમાં આરોપી ચંદ્રશેખર ગોવિંદરાવ કરંદીકર રહે કોપર ગ્રીન સીટી, શીતલ પાર્ક પાસે, ૮૦ ફુટ રોડ, રાજકોટ વાળાએ પોતાના એડવોકેટ મારફત સ્પે. એ.સી.બી. કોર્ટમાં જામીન અરજી કરેલ.

વડી અદાલતનાં ચુકાદાઓ ધ્યાને લેતા જેલ એ અપવાદ અને જામીન એ નિયમના સિધ્ધાંત મુજબ હાલના આરોપીનો જામીન અરજી માટેનો પ્રથમ દર્શનીય સ્ટ્રોંગ કેસ હોય તેમજ જ્યારે આરોપી જામીન મુકત થઇ સક્ષમ અદાલત સમક્ષ જ્યારે અદાલત ફરમાવે ત્યારે હાજર રહી શકે તેમ હોય જેથી તેને જામીન મુકત કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામમાં આરોપી ચંદ્રશેખર ગોવિંદરાવ કરંદીકર વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન.જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈયમ રોકાયેલા હતા. (

(3:52 pm IST)