Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સ્‍વરમાલાઃ ૯ જુલાઇએ સંગીતના સુરો લહેરાશે

સપ્તસુર ગ્રુપ દ્વારા આયોજનઃ જૂના ગીતોની મંડલી ધૂમ મચાવશે : ગાયકો આસિત સોનપાલ-સ્‍નિગ્‍ધા પાયસ-જીત ગુણ જમાવટ કરશેઃ કાર્યક્રમનું સંચાલન કરશે મિનલ સોનપાલઃ ટિકિટ માટે બુકીંગ ચાલુ

રાજકોટઃ રંગીલી જનતા તથા સંગીતના શોખીનો માટે ધમાકેદાર આયોજન ‘‘સ્વરમાલા’’ શિર્ષક હેઠળ કરવામાં આવ્યુ છે જૂના–નવા લોકપ્રીય ગીતોની માળા લઇને સસૂર ગ્રુપ આવી રહયું છે સસૂર ગ્રુપ વર્ષોથી સંગીતના સફળ કાર્યક્રમ આપી રહ્ના છે. રાજકોટમાં આગવું સ્થાન ધરાવનાર વ્યવસાયે ઍડકવોકેટ નોટરી શ્રી આસીત સોનપાલ તથા મિનલબેન સોનપાલ દ્વારા આગામી ૯ જુલાઇ  શનિવારના રોજ માણવા લાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

સંગીતની આગવી સૂઝ ધરાવનાર આસિત સોનપાલ મંચ ઉપરથી ધમાકેદાર ગીતો ગુંજવશે તેમની સાથે મુબંઇથી જેમણે વર્લ્ડ પ્રસિદ્ધ ઍ.આર.રહેમાન પાસે તાલીમ લીધેલ છે. સાથે મ્યુઝીક ડાયરેકટર અજય–અતુલ સાથે ફીલ્મોમાં કામ કર્યુ છે.ગુજરાતી ફીલ્મ ‘પ્રેમપ્રકરણ’ અમીત ત્રિવેદી માટે ગાયેલ તથા રિયાલીટી શો કૌન બનેગા કરોડપતિમાં વોકલ્સમાં તેમનો ઍક ભાગ રહ્ના છે. સુપ્રસિદ્ધ ‘સાયના’ ફીલ્મમાં પ્લેબેક આપેલ  તેવી સંગીત વિસારદ ગાયીકા સ્નીગ્ધા પાયસ કલાસીકલ ગીતો સાથે ડાન્સીગ સોઁગ રજૂ કરી પ્રેક્ષકોને ડોલાવશે. 


ભારત ઉપરાંત ઇઝરાયલ, શ્રીલંકા, થાઇલેન્ડ, હોîગકોîગ વિગેરે અનેક દેશોમાં પોતાના અવાજનો જાદુ ફેલાવનાર વર્સેર્ટાઇલ સીંગર જાત ગુહા હેમુગઢવી હોલમાં ધૂમ મચાવશે.


રાજકોટની સંગીતપ્રેમી જનતા માટે સુરી સંગીત પીરસનાર સસૂર ગ્રુપ ડોલાવવા આવી રહ્ના છે તો તૈયાર થઇ જાઅો કાર્યક્રમને માણવા
 રાજકોટના સુપ્રસિદ્ધ કી બોર્ડ પ્લેયર તુસાર ગોસાઇ (ગીટારીસ્ટ) રૂશીક પરમાર, (અોકટોપેડ) મિતુલ ગોસાઇ, રાજેશ પીઠડીયા (ડ્રમ), જુલીયસ (કોગોî), શકીલ શાહ (તબલા પ્લેયર), મહેશ ઢાંકેચા (ઢોલક પ્લેયર), પ્રકાશ વાગડીયા (સાઇડ રીધમ) સુંદર મજાની લાઇવ મ્યુઝીકની મોજ કરાવશે. પેરેમાઉન્ટ સાઉન્ડના સુનીલભાઇ પટેલ સેવા આપશે સમગ્ર કાયક્રમનું સંચાલન મિનલ સોનપાલ કરશે


આ કાર્યક્રમને માણવા બૂકીંગ માટે મો નં. ૯૯૭૯૦ ૩૫૮૬૮ ઉપર સંપર્ક કરવો. 

(4:19 pm IST)