Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ચોમાસાના પડકારો ઝીલવા મ.ન.પા. તૈયાર : અમિત અરોરા

પ્રિ-મોન્‍સુન કામગીરી થશે : વોકળા - ડ્રેનેજ સફાઇ : ભયગ્રસ્‍ત મકાનોનો સર્વે : પૂરની સ્‍થિતિમાં બોટ સાથે તરવૈયાની ટીમો - રેસ્‍કયુ વાહનો સ્‍ટેન્‍ડ-ટુ : કન્‍ટ્રોલ રૂમ ધમધમતો કરાશે

રાજકોટ તા. ૧૫ : આવનારા સમયમાં ચોમાસાની ઋતુને લઈને મહાનગરપાલિકા દ્વારા અત્‍યારથી જ પ્રિ-મોન્‍સુનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્‍સુન કામગીરી લગત વિવિધ મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવા અંગે રોજ મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાના અધ્‍યક્ષ સ્‍થાને વિવિધ શાખાના સંબધિત અધિકારીશ્રીઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી.
મ્‍યુનિ. કમિશનરએ મીટીંગની શરૂઆત કરતા વિવિધ મુદ્દાઓ અંગે આવનાર સમયમાં શહેરમાં પ્રિ-મોન્‍સુન કામગીરી કરવા અંગે સંબધિત અધિકારી પાસેથી માહિતી મેળવી હતી. ચોમાસા દરમ્‍યાન આવનારા પડકારોનો અત્‍યારથી જ સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકા તૈયાર રહે તે બાબતને ધ્‍યાનમાં રાખી અત્‍યારથી જ પ્રિ-મોન્‍સુન કામગીરી ઝડપથી આગળ ધપાવવા તૈયારી શરૂ કરવા જે તે શાખાના અધિકારીને સુચના આપી હતી.
મ્‍યુનિ. કમિશનરે પ્રિ-મોન્‍સુન માટે કરવાની થતી કામગીરી જેવી કે, પ્રિ-મોન્‍સુન એક્‍શન પ્‍લાન તૈયાર કરી GSDMA અને રિલીફ કમિશનરશ્રીને મોકલવા, બિલ્‍ડીંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન, વોંકળામાંથી દબાણ દુર કરાવવું, બાઉન્‍ડ્રી ડીમાર્કેશન કરાવવું, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, ખાનગી જોખમી હોર્ડીંગ અંગેની માહિતી, વોંકળા સફાઇનું દરરોજનું પત્રક (તા.૧૬ એપ્રિલ ૨૦૨૧ થી તા.૩૧ મે ૨૦૨૧ સુધી), ડ્રેનેજ ફરિયાદનો તાત્‍કાલિક નિકાલ તથા પ્રિ-મોન્‍સુન કાર્યવાહીની વિગતનું આયોજન, પીવાના પાણીને લગત ફરીયાદો તથા તેના નિકાલના આયોજનની વિગતો, ભયગ્રસ્‍ત મકાનોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહીની વિગત, જાહેર માર્ગો, બગીચાઓ વિગેરે જગ્‍યાના જોખમી વૃક્ષોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહીની વિગત, ભયગ્રસ્‍ત તેમજ તુટી પડે તેવા પોલ, ઇલેક્‍ટ્રીક કેબલ વિગેરેની માહિતી તેમજ ભારે વરસાદ, વાવાઝોડા સમયે વિદ્યુત પુરવઠો ન મળે ત્‍યારે તેની અવેજીમાં ડિઝલ જનરેટર વિગેરેની વ્‍યવસ્‍થા, રસ્‍તા પરના ખાડા, ખુલ્લા મેન હોલ વિગેરે બંધ કરાવવાની કાર્યવાહીની વિગત, GSDMA દ્વારા ERC માટે ફાળવેલ તથા ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વીસીઝ હસ્‍તકના વાહનો તથા સાધનોની વિગત તેમજ તેને ચાલુ સ્‍થિતિમાં રાખવા અંગે કરવાની થતી કાર્યવાહી, અતિવૃષ્ટિના સમયે ભરાયેલ પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્‍યવસ્‍થા, પંપ વિક્રેતાઓની યાદી-ફોન નંબર, ઉપલબ્‍ધ પંપની વ્‍યવસ્‍થા, વરસાદનું સતત મોનીટરીંગ, આંકડા મેળવી, ચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા, વેબસાઇટ તથા એલ.ઇ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઇ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવું, શહેર આસપાસના વિસ્‍તારો, ગામોમાં રહેતા તરવૈયાઓની નામ, સરનામા, ફોન નં. સાથેની યાદી અદ્યતન કરવી, શહેરના વિવિધ વિસ્‍તારોમાં વરસાદી પાણીના ભરાવા તથા તેના તાત્‍કાલિક નિકાલનું આયોજન, વર્ષ-૨૦૨૧માં જુદા-જુદા વિસ્‍તારો, માર્ગો વિગેરે ઉપર પાણી ભરાવાની મળેલ ફરિયાદોની માહિતી મેળવી, પુર, વાવાઝોડું વિગેરે કુદરતી આપત્તિ સમયે ચેતવણી વિગેરે તેમજ જાન-માલ બચાવની કામગીરી, વાહન વ્‍યવસ્‍થા, બોટ વ્‍યવસ્‍થા, સ્‍થળાંતરની કામગીરી, સુરક્ષિત આશ્રયસ્‍થાનની વ્‍યવસ્‍થા વિગેરે કામગીરીની વ્‍યવસ્‍થા, આશ્રયસ્‍થાનોમાં ફુડ પેકેટ, પીવાનું પાણી, જીવન રક્ષક દવાઓ, રસીઓ, ક્‍લોરીન ટેબલેટ, જંતુનાશક દવાઓ તેમજ સફાઇ વિગેરેની વ્‍યવસ્‍થા, કોલ સેન્‍ટર ઉપરાંત ફરીયાદો માટે કન્‍ટ્રોલ રૂમની વ્‍યવસ્‍થા કરવી, કન્‍ટ્રોલ રૂમ ખાતે માણસો-ટેલિફોન-વાહનો-મજુરો-સાધનો વિગેરેની વ્‍યવસ્‍થા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
 આ બેઠકમાં સંબધિત અધિકારીઓ, ત્રણેય ઝોનના નાયબ કમિશનરો  આશિષકુમાર, સી.કે.નંદાણી અને  એ.આર.સિંધ તેમજ ટાઉન પ્‍લાનર, આસિ. ટાઉન પ્‍લાનર (તમામ ઝોન), પર્યાવરણ ઇજનેર, નાયબ પર્યાવરણ ઇજનેર (તમામ ઝોન), ઝોનલ સિટી એન્‍જી., વોર્ડ એન્‍જી., વોર્ડ ઓફીસર, ઝોનલ સિટી એન્‍જી., આસિ. કમિશનર અને આસિ. મેનેજર(એસ્‍ટેટ તથા દબાણ હટાવ). ડાયરેક્‍ટર(પાર્કસ એન્‍ડ ગાર્ડન), એડી.સિટી એન્‍જી.(ઇલે./મિકે.), ડી.ઇ.ઇ.(વર્કશોપ), ચીફ ફાયર ઓફીસર, સુરક્ષા અધિકારી, મેડીકલ ઓફીસર ઓફ હેલ્‍થ વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

 

(4:20 pm IST)