Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ પાસેથી મશીનની ચોરી કરનાર સન્‍ની અને દિપક પકડાયા

યુનિવર્સિટી પોલીસ મથકના વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજાની બાતમી પરથી બંનેને પકડી લેવાયા

રાજકોટઃ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસમાં  બાંધકામની સાઇટ પર સ્‍લેબ ભરવાના કામમાં વજન કરવામાં ઉપયોગમાં લેવાતું મશીન રૂા. ૩૦ હજારનું ચોરાઇ ગયું હતું. આ ગુનાનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલી બે દેવીપૂજક શખ્‍સો સન્‍ની શંકરભાઇ વડોદરીયા (ઉ.૧૯-રહે. સત્‍યમ્‌ પાર્ટી પ્‍લોટની આગળ ફૂટપાથ પર નાના મવા રોડ) તથા દિપક બાબુભાઇ દુધરેજીયા (ઉ.૨૧-રહે. ઢેબર કોલોની ફાટક સામે મફતીયાપરા)ને પકડી લઇ મશીન તથા ૩૦ હજારની જીજે૦૩એએક્‍સ-૬૦૫૯ નંબરની રિક્ષા પણ કબ્‍જે કરી છે. આ બંને શખ્‍સ ડ્રાઇવીંગ તથા ભંગારની ફેરીનું કામ કરે છે. બંને ચોરાઉ મશીન રિક્ષામાં ભરીને વેંચવા નીકળ્‍યા છે તેવી બાતમી કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ જાડેજાને મળતાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, યુવરાજસિંહ ઝાલા, ભગીરથસિંહ ખેર, બલભદ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજાએ શાંતિનગર મફતીયાપરા પાસેથી પકડી લીધા છે.

 

(4:23 pm IST)