Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સદ્દભાવના વૃધ્‍ધાશ્રમનું નવું પરિસર તૈયાર થાય તે પુર્વે વડીલોને આશ્રમ માટે બિલ્‍ડિંગની જરૂરિયાત

રાજકોટઃ વૃધ્‍ધાશ્રમએ ભારતીય સંસ્‍કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે. જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્‍યવસ્‍થા તુટતા જતા ઘણા વડીલો નિરાધાર બનતા જાય છ.ે સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ આવા વડીલોને સાચવવાનું કાર્ય કરે છે. નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્‍ધોને, નિયમાનુસાર અને સંસ્‍થાની પ્રવેશ મર્યાદામાં આદભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્‍યે આપવામાં આવે છે તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્‍યે આપવામાં આવે છ.ે આ વૃધ્‍ધાશ્રમમાં હાલ ૪૦૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઇ રહ્યા છે. તેમાંથી ૧૬૦ વડીલો તો પથારીવશ (ડાઇપર વાળા) છે સંસ્‍થા દ્વારા અન્‍ય સેવકાકીય પ્રવૃતિઓ પણ ઉલ્લાસભેર કરવામાં આવે છ.ે ગુજરાતને ગ્રીન સ્‍ટેટ બનાવવાનાં સંકલપ સાથે કાર્યરત સદ્દભાગના વૃધ્‍ધાશ્રમ આજે દરેક શેરીઓ, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં જાણીતું બન્‍યું છ.ે સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ દ્વારા ૪૦૦ જેટલા વીલોને આશરો અપાઇ ચુકયો છે. આશ્રમમાં હજુ પણ સેંકડો વડીલોને આશ્રયની ઝંખના કરી રહ્યા છ.ે સદ્દભાવના વૃધ્‍ધાશ્રમનું નવુ ભવન અને નવુ પરિસર આગામી દિવસોમાં તૈયાર થઇ જશે જેમાં ર૦૦૦ વડીલોનો સમાવેશ થઇ શકશે. પરંતુ તે પૂર્વે આ વડીલોને આશ્રય આપવા માટે સંસ્‍થાને બે વર્ષ કે તેથી વધારે સમય માટે વિનામુલ્‍યે અથવા ટોકનદરે સંપૂર્ણ બિલ્‍ડીંગ કે જેમાં પ૦, ૧૦૦ કે તેથી વધુ માવતરોનો સમાવેશ થઇ શકે તે  પ્રકારના બિલ્‍ડીંગ રાજકોટ કે તેની આસપાસના પ૦ કિલોમીટરના વિસ્‍તારમાં જોઇએ છે. જે કોઇ સેવાભાવી સજજનોને આ સત્‍કાર્યોમાં ઉપયોગી થવાની ભાવના હોય તો તાત્‍કાલીક સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ (મો.૯૮રપ૦ ૭૭૩૦૬) નો સંપર્ક કરવામાં યાદીમાં જણાવાયુ઼ છે.

 

(4:31 pm IST)