Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અકસ્‍માત ઇજા અને મૃત્‍યુના અલગ અલગ કેસોમાં ૮૦ લાખનું વળતર મંજુર

રાજકોટ,તા. ૧૫ : અત્રે અકસ્‍માતમાં અવસાન પામનારના વારસદારોને તેમજ ઇજા પામનારને કલેઇમ ટ્રિબ્‍યુનલે કુલ એંસી લાખનું વળતર મંજૂર કર્યું હતું.
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામ પાસે મો.સા. સ્‍લીપ થતાં અશ્વિનભાઇ રણમલભાઇ ચાવડા (ઉવ.૨૨)નાઓનાએ થયેલ ઇજાના તેમજ મો.સા. ચાલક સ્‍વ. સંજયભાઇ રમેશભાઇ અગ્રાવત (ઉવ.૨૮) નાઓને છતર ગામ પાસે ટ્રકે હડફેટે લઇ મૃત્‍યુ નિપજાવેલ તેના તેમજ કાનાલૂસ જતા ટ્રકના કલીનર સ્‍વ. અનિલભાઇ ભુજમલભાઇ ગોરપાડે (ઉવ.૩૦) નાઓનાનું અવસાન થયેલ તેના તેમજ ઉપલેટાથી હાડફોડી તરફ જતાં એસ.ટી.બસના ચાલકે રેલિંગ સાથે બસને અથડાઇ જતા તેમાં બેસેલ પેસેન્‍જર સ્‍વ.રામભાઇ રાજાભાઇ જલુ (ઉવ.૬૫) નાઓનાનું અવસાન થયેલ તેના તેમજ માળીયામિયાણાથી જામનગર તરફ જતા મોટી બરાર ગામ પાસે ટ્રકે મો.સા. ચાલક ગુજરનાર ઇદરીશભાઇ હૈદરભાઇ કટિયા (ઉવ.૨૫) નાઓનાને હડફેટે લઇ મૃત્‍યુ નિપજાવેલ તેના આમ આ તમામ બનાવમાં નામ. રાજકોટ ટ્રિબ્‍યુનલ તરફથી કુલ એંસી લાખનું જંગી વળતર મંજૂર કરવામાં આવેલ જે તમામ રકમ સામાવાળી વીમા કંપની તરફથી અરજદારોને ચૂકવી આપેલ છે.
ઉપરોકત વળતરના કલેઇમ કેસમાં અરજદારો વતી રાજકોટના વકીલશ્રી મહેશભાઇ એમ.સિંધવ તથા આસી. તરીકે સાકેતભાઇ મોરડીયા રોકાયેલા હતા.

 

(4:39 pm IST)