Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતાં ૪ શખ્‍સ પકડાયાઃ એલસીબી ઝોન-૨ અને ગાંધીગ્રામ પોલીસની કાર્યવાહી

ઉલ્‍ટી-ઉબકાનું બહાનુ કરી મુસાફરની નજર ચુકવી ચોરીઓ કરી લેતા'તાં

રાજકોટ :રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચુકવી મોબાઇલ ફોન, પર્સ, રોકડ સેરવી લેતી ટોળકીને શોધી કાઢવા પોલીસ સક્રિય બનતાં એલસીબી ઝોન-૨ની ટીમે આવા ત્રણ શખ્‍સોને દબોચી લઇ ત્રણ ગુના ઉકેલી ૧,૫૧,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. જ્‍યારે ગાંધીગ્રામ પોલીસે  એક શખ્‍સને પકડી લીધો છે. જે અગાઉ ચોરી, દારૂના છ ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે.

એલસીબી ઝોન-૨ની ટીમે રેલનગર મારૂતિ સુઝુકીના શો રૂમ નજીકથી રિક્ષા જીજે૦૩બીએક્‍સ-૨૧૯૯ સાથે ત્રણ શખ્‍સો ભાવેશ ઉર્ફ ડાન્‍સર મગનભાઇ બાંભણીયા (ઉ.૨૪, રહે. સણોસરા ગામ રણુજા સોસાયટી-૨ તા. રાજકોટ), ગોરધન ઉર્ફ ભુરો દેવજીભાઇ ગડાણી (ઉ.૩૫-શ્રહે. રેલનગર-૨, ભાડેથી, મુળ પોપટપરા-૪/૧૦) તથા સંજય ઉર્ફ સંજલો મગનભાઇ બાંભણીયા (ઉ.૩૫-રહે. વેલનાથપરા-૪, ભાડેથી બેડી ચોકડી)ને પકડી લીધા હતાં. આ શખ્‍સો પાસેથી ૭ હજારનો રેડમી મોબાઇલ ફોન, રોકડા ૧૯ હજાર તથા રિક્ષા મળી સવા લાખનો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.

જ્‍યારે ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. શબ્‍બીરભાઇ મલિક અને કોન્‍સ. શક્‍તિસિંહ ગોહિલની બાતમી પરથી ધનજી દેવજીભાઇ ગેડાણી (ઉ.૩૯-રહે. કોઠી કમ્‍પાઉન્‍ડ બ્‍લોક નં. ૨૯, રેલ્‍વે સ્‍ટેશન પાસે)ને જામનગર રોડ પર વ્‍હોરા સોસાયટી સામેથી જીજે૦૩એઝેડ-૬૩૦૨ નંબરની રિક્ષા સાથે પકડી લીધો છે. તેની પાસેથી રિક્ષા અને રોકડા ૯૫૦૦ કબ્‍જે કરાયા છે. ગત ૧૩મીએ આ શખ્‍સે મુસાફરને રિક્ષામાં બેસાડી નજર ચુકવી રોકડ સેરવી લીધી હતી.

ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં ઇન્‍ચાર્જ પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એ. એલ. બારસીયા, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ, મોૈલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. અમિનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા, જયપાલસિંહ સરવૈયા, જેન્‍તીગીરી ગોસ્‍વામી અને ધર્મરાજસિંહ ઝાલા તથા ગાંધીગ્રામના પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્‍સ. ખોડુભા જાડેજા, સલિમભાઇ મકરાણી, શબ્‍બીરભાઇ મલેક, કોન્‍સ. શક્‍તિસિંહ ગોહિલ, કનુભાઇ બસીયા, ગોપાલભાઇ બોળીયા, સંદિપભાઇ અવાડીયા, ભરતભાઇ ચોૈહાણ અને અર્જુનભાઇ ડવે આ કામગીરી કરી હતી.

(12:11 pm IST)