Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મોટા મવા નજીક ડમ્‍પરની ઠોકરે ધોરાજીના પટેલ વૃધ્‍ધનું મોત

રાજકોટઃ કાલાવડ રોડ પર મોટા મવા નજીક મટુકી રેસ્‍ટોરન્‍ટ પાસે મુરલીધર પાનવાળી શેરી નજીક ટ્રકની ઠોકરે ટુવ્‍હીલર ચડી જતાં મુળ ધોરાજીના હાલ રાજકોટ રહી નોકરી કરતાં રમેશભાઇ બચુભાઇ હિંગરાજીયા (પટેલ) (ઉ.વ.૬૦)નું મોત નિપજ્‍યું હતું. રવિવારે સાંજે પોતાનું એક્‍સેસ ટુવ્‍હીલર નં. જીજે૦૩ઇએચ-૫૬૪૩ હંકારીને જતાં હતાં ત્‍યારે મટુકી રેસ્‍ટોરન્‍ટ પાછળ મુરલીધર પાનવાળી શેરીમાં ડમ્‍પર નં. જીજે૧૩ડબલ્‍યુ-૨૧૩૨ના ચાલકે ટુવ્‍હીલર સહિત ઉલાળી દેતાં સાથળ, શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:14 pm IST)