Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

નવયુગપરા, રૈયાગામમાં મકાનમાં અને આવાસના કવર્ટર પાસે જુગાર રમતા ૧૯ ઝડપાયા

એ-ડીવીઝન, યુનિવર્સિટી અને તાલુકા પોલીસનો દરોડોઃ ૬૦ હજારની મતા કબ્‍જે

રાજકોટઃ રામનાથપરા નવયુગપરામાં મકાનમાં સ્‍પે. ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૧૧ તથા રૈયાગામ દેવીપૂજકવાસના મકાનમાંથી યુનિવર્સિટી પોલીસે પ અને કાલાવડ રોડ વામ્‍બે આવાસ યોજના કવાર્ટર પાસેથી ત્રણ શખ્‍સોને જુગાર રમતા પકડી લીધા છે.

મળતી વિગત મુજબ નવયુગપરામાં એક મકાનમાં કેટલાક શખ્‍સો જુગર રમતા હોવાની કોન્‍સ. ભગીરસિંહ ઝાલાને બાતમી મળતા નવયુગપરા શેરી નં.પ-૭ કોર્નર ઇંટોના ભઠ્ઠામાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક સંજય ગોવિંદભાઇ નારોલા તથા નવયુગપરા શેરી નં.૩ ના સંદીપ ઉર્ફે બાવો પ્રવિણભાઇ જાદવ, શેરી નં.પના જેન્‍તી ભોલાભાઇ વાઘેલા, અશ્‍વીન હીરાભાઇ રાઠોડ, હસમુખ દેવશીભાઇ મકરાણા, મહેશ મેણંદભાઇ પરમાર, શેરી નં. ૪ ના રીઝવાન નુરમુહમદભાઇ જેઠવગા, સરફરાઝ મજીદભાઇ મુછડીયા, ઘાંચીવાડ શેરી નં. ર-૭ ના આનંદ ઉર્ફે કાળુ રવજીભાઇ મુછડીયા અને સોરઠીયા પ્‍લોટ શેરી નં.૬ ના નિખીલ કાન્‍તીલાલભાઇ ચૌહાણને પકડી લઇ રૂ. ૩પ,૦પ૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પીઆઇસીજી જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસઆઇ ટી.ડી. ચુડાસમા, એએસઆઇ એચ.આર. ચાનીયા, કોન્‍સ.કેતનભાઇ બોરીચા, કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા તથા ભાગીરથસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડમાં રૈયાગામ દેવીપૂજકવાસમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ આર.એમ. ઝાલા, હેડ કોન્‍સ. જુવાનસિંહ ગોહિલ તથા કોન્‍સ. રાહુલભાઇ રાઠોડને બાતમી મળતા દેવીપૂજકવાસમાં આવેલામકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક શંભુ ઘુસાભાઇ મકવાણા તથા દેવીપૂથકવાસના સુનિલ ઘુસાભાઇ મકવાણા, કે. કે.વી. હોલ પાસે મફતીયાપરાના રવી રાજુભાઇ મકવાણા, દેવીપૂજક વાસના રાયઘન જખશીભાઇ જખાણીયા અને મવડી પ્‍લોટ વિનાયકનગર મફતીયાપરાના જેરામ ધરમશીભાઇ સોલંકીને પકડી લઇ રૂ. ૧૩,૮૬૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી.

જયારે ત્રીજા દરોડામાં કાલાવડ રોડ પર આવેલા વામ્‍બે આવસા યોજનાના કવાર્ટર પાસે તાલુકા પોલીસ મથકના પીએઆઇ એન.કે. રાજપુરોહિત તથા કોન્‍સ. ધર્મરાજસિંહ રાણા સહિતે આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં. ર૧ ની બાજુમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા બીપીન કરશનભાઇ વાળા, ભવાન ચતુરભાઇ જાદવા અને જેન્‍તી ગોવિંદભાઇ ભેડાને પકડી લઇ રૂ. ૧૧,૮૭૦ ની રોકડ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(2:33 pm IST)