Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રાજકોટના ઐતિહાસિક મેળાનો 17મીથી આરંભ: પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામું: જાણી લો કયા કયા સ્થળોએ નો પાર્કિંગ ઝોન રહેશે, કયા રસ્તા બંધ ને ખુલ્લા રહેશે: ૧૮ સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા

રાજકોટ ..૧૭મીથી રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે આઝાદી કા અમૃત લોકમેળાનો આરંભ થઇ રહ્યો હોઇ શહેર તથા આસપાસના ગામડાઓ સહિતના બીજા શહેરોમાંથી પુષ્કળ પ્રમાણમાં લોકો આ મેળો માણવા ઉમટી પડવાના હોઇ લોકો સરળતાથી મેળો માણી શકે અને પોતાના વાહનો યોગ્ય જગ્યાએ ટ્રાફિકને અડચણરૃપ ન બને તે રીતે પાર્ક કરી શકે તે માટે અને સુચારૃ તથા સલામત વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ જાહેરનામુ બહાર પાડી રેસકોર્ષ ફરતેના રસ્તાઓને નો-પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. તેમજ વાહન વ્યવહાર માટે અમુક રસ્તાઓ બંધ કર્યા છે. આ જાહેરનામુ ૨૧/૮ સુધી અમલમાં રહેશે. કયાં કયાં વાહન પાર્ક નહિ કરી શકાય અને  કેટલા રસ્તા ખુલ્લા રહેશે, કેટલા બંધ રહેશે અને ફ્રી-પાર્કિંગ કયાં કયાં થઇ શકશે તેની વિગતો આ મુજબ છે.

(6:36 pm IST)