Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું રાજકોટમાં ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત

રાજકોટઃ નવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગઇકાલે જામનગર અને રાજકોટ જીલ્લામાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા. ગત મોડી સાંજે ભુપેન્દ્રભાઇ રાજકોટ આવી પહોંચતા વડવાજળી ખાતે તેમનું સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા,  જયંતિભાઇ ઢોલ, રાજાભાઇ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદીપ ડવ, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ચેતન રામાણી તેમજ જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનીસીપલ કમિશ્નર અમિત અરોરા સહિતના ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(1:16 pm IST)