Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મોદીજી કા કયા કહના... કાલે ગીત લોન્ચ થશે

૧૭મીએ નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિતે ખાસ ગીત બનાવાયું : ગીતના સ્વરકાર અને રચયિતા દિનેશ બાલાસરા, પરેશ પોપટના સહયોગથી ગીતનું નિર્માણ

રાજકોટ,તા.૧૫: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરને અનુલક્ષીને રાજકોટના કલાકારોએ  તૈયાર કરેલ એક ખાસ બર્થ-ડે ગીત ''મોદીજી કા કયા કહના'' લોન્ચ થશે.

આવતીકાલે તા.૧૬મીને ગુરૂવારે લોન્ચ થઈ રહેલાં આ ગીતના રચયિતા અને સ્વરકાર દિનેશ બાલાસરા છે.

જયારે શૈલેષ પંડયાના સંગીત- નિર્દેશનમાં આ ગીતને હર્ષલ પંડયાએ સ્વર આપેલ છે. રિધમ એરેન્જર દેવાંગ જાની, ઓડીઓ મિકિસંગ આસિફ શેખ તથા વિડીઓ એડિટર યોગેશ વ્યાસના સથવારે આ ગીત રાજકોટના ડાયનેસ્ટી રેકોર્ડિંગ સ્ટુડિઓમાં રેકોર્ડ થયેલ છે.

શ્રી પરેશ પોપટ (આર.ડી.ગ્રુપ)ના સહયોગથી આ ગીતનું નિર્માણ તાજેતરમાં જેને ભારતની બેસ્ટ ચેનલનો એવોર્ડ મળ્યો એવી ફેસબુક રેડીઓ ચેનલ રાજકોટ લાઈવ રેડિઓ દ્વારા કરવામાં આવેલ છે.

મોદીજીના જન્મદિવસનું આ કદાચ પ્રથમ ગીત હશે. જે રજૂ કરવાનો યશ રાજકોટ શહેરને મળી રહ્યો છે.

આ ગીત તૈયાર કરનાર બધાં જ કલા કસબીઓ રાજકોટના જ છે જયારે ગીતનું નિર્માણ કરનાર ફેસબુક રેડીઓ ચેનલ રાજકોટ લાઈવ રેડીઓ પણ રાજકોટના જ નામથી ચાલી રહી છે અને સહયોગી શ્રી પરેશ પોપટ અને આર.ડી.ગ્રુપ પણ રાજકોટના જ જાણીતાં નામો છે.

ગીતકાર- કંપોઝર દિનેશ બાલાસરા, શૈલેષ પંડયાનું સંગીત અને સ્વર હર્ષલ પંડયાનો છે.

તસ્વીરમાં આર.ડી. ગ્રુપના શ્રી પરેશ પોપટ (મો.૯૬૬૨૪ ૧૧૮૧૮) અને શ્રી દિનેશ બાલાસરા (મો.૯૮૨૫૬ ૬૫૮૭૭) નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:29 pm IST)