Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ઇસ્કોન મંદિરે રાધાષ્ટમીની ઉજવણીઃ ભુલકાઓ દ્વારા નાટક પિરસવામાં આવ્યું

રાજકોટઃ શ્રી શ્રી રાધાનીલમાધવ ધામ ઇસ્કોન મંદિર, રાજકોટ ખાતે   રાધાષ્ટમીની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક તેમજ સરકારશ્રીની ગાઈડલાઇન્સનું પાલન કરીને સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ સેનિટાઇઝરનું પાલન કરીને કરવામાં આવી હતી.

  આ અંગે  ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે મંદિરમાં  પ્રવચન, નાટક અને ભગવાન ને નૌકા વિહાર કરાવી ને રાધાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં  રાધારાણી મહિમા પર મંદિર ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી દ્વારા પ્રવચન   મંદિરમાં ચાલતી શ્રી પ્રહલાદ સન્ડે સ્કૂલના બાળકો દ્વારા તૈયાર થયેલ  શ્રીમતી રાધા રાણી અને ભગવાન કૃષ્ણની લીલા પર આધારિત નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું  તેમજ મંદિર ના મહિલા સત્સંગ મંડળ રાધારાણી સભા દ્વારા ભગવાન સમક્ષ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.   ભગવાન શ્રી શ્રી રાધા નીલમાધવના (ઉત્સવ મૂર્તિ) ને નૌકા માં બેસાડી મંદિર પ્રાંગણમાં તૈયાર કરવામાં આવેલ સરોવરમાં નૌકા વિહાર કરાવવામાં આવ્યું હતું.  ભાવિકોએ ભોજન પ્રસાદનલ પણ લાભ લીધો હતો. તેમ યાદીના અંતમાં જણાવાયું છે. 

(3:30 pm IST)