Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

'ત્રિકોણ બાગ કા રાજા'ના સાનિધ્યમાં રાત્રે ડાયરોઃ કાલે શ્રીનાથજીની ઝાંખી

રાજકોટ : ત્રિકોણ બાગ ચોક ખાતે 'ત્રિકોણ બાગ કા રાજા' નો રરમો જાજરમાન અને ગુજરાતનો વિશાળ ગણપતિ મહોત્સવ વરસાદી માહોલમાં છેલ્લાં પાંચ દિવસથી ભકિતભાવથી ધામધૂમ પૂર્વક ઉજવાય રહ્યો છે. ભાવિક નગરજનોએ ગઇકાલ મંગળવારે 'કસુંબીનો રંગ' કાર્યક્રમ મોડી રાત સુધી મન ભરીને માણ્યો. આજે બુધવારે રાત્રે ત્રિકોણ બાગ કા રાજાના વિશાળ પરિસરમાં વિશાલ વરૂ અને સાથી કલાકારો પ્રસ્તુત ભવ્ય લોક ડાયરો યોજાશે, આ કાર્યક્રમમાં હાજરી આપવા શહેરની જનતાને જાહેર આમંત્રણ અપાયું છે. આવતીકાલ ગુરૂવારે રાત્રે મયુર બુધ્ધદેવ અને સાથી કલાકારો શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ રજૂ કરશે. ત્રિકોણ બાગ કા રાજાનો દરબાર ભકિત સંગીતથી ગુંજી ઉઠશે. ગઇકાલ મંગળવારની સાધં સમુહ આરતીમાં ભાજપ મહિલા અગ્રણીઓની સામૂહિક પધરામણી થઇ હતી. જેમાં સેન્ટ ગાર્ગી સ્કુલના આચાર્ય અને પ્રાથમિક શિક્ષણ સમિતિનાં પૂર્વ સદસ્ય રમાબેન હેરભા, કિરણબેન માકડિયા, કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડયા, લીનાબેન રાવલ, પલ્લવીબેન ચૌહાણ, શહેર મહિલા કોંગ્રેસ મંત્રી શિલ્પાબેન કાચા, વોર્ડ નં. ર ના કોષાધ્યક્ષ શીલાબેન અગ્રવાલ, આર્ટ ઓફ લીવીંગ પરિવારના અશોકભાઇ કાથરાણી, ભારતીબેન કાથરાણી, અચ્યુતભાઇ જાની દંપતી, આર્ટ ઓફ લીવીંગના શિક્ષકો માલાબેન પંજાબી, રીટાબેન જાની, મહેન્દ્રભાઇ પુજારા, આશકાબેન જાની, સમાજ સેવિકા જયોતિબેન ટીલવા, રાજદીપસિંહ જાડેજા ગ્રુપ, રામભાઇ બરછા પરિવાર, હરેશભાઇ પારેખ, ચિરાગભાઇ ધામેચા, કેતનભાઇ પરમાર, લીનાબેન પરમાર, રાજૂભાઇ ગોંડલીયા, રાજકોટ શહેર મહિલા પોલીસ પુજાબેન ગોસ્વામી, આસી. પો. સબ ઇન્સ્પેકટર ભરતભાઇ ગોસ્વામી, વિરલ પલાણ, બીપીનભાઇ પલાણ, સુનિલભાઇ રાણપરા, દામોદરભાઇ જોષી, વોર્ડ નં. ૩ ના પ્રમુખ ઇલાબેન પંડયા, કંચનબેન સિધ્ધપુરા, રાજેશભાઇ સિધ્ધપુરા, ક્રિષ્નાબેન મહેતા, ચેતનભાઇ મહેતા, આદિત્ય મહેતા, ગુલાબસિંહ જાડેજા, રાજુભાઇ કિકાણી વગેરે ભાવિક મહાનુભાવોએ ત્રિકોણ બાગ કા રાજાના પંડાલમાં પધારીને ગણેશ વંદના કરી હતી. ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવને સફળ બનાવવા જીમ્મીભાઇ અડવાણીના માર્ગદર્શન હેઠળ ચંદુભાઇ પાટડીયા, જયપાલસિંહ જાડેજા, નિલેશ ચૌહાણ, સંજયભાઇ ટાંક, રાજન દેસાણી, કિશન સિધ્ધપુરા, બિપીન મકવાણા, પ્રકાશ જંજુવાડિયા, ભરત મકવાણા, નાગજી બાંભવા, કાનાભાઇ સાનિયા, વિમલ નૈધા, વંદન ટાંક, ધવલ કાચા, ધવલ અડવાણી, હાર્દિક વિઠ્ઠલાણી, સન્ની કોટેચા, અભિષેક કણસાગરા, પાર્થ કોટક, હર્ષ રાણપરા, ભરત પરમાર, કરણ મકવાણા, યોગેન્દ્ર છનિયારા વગેરે ભકિતભાવથી ખડેપગે સેવાઓ આપી રહ્યા છે.

(3:31 pm IST)