Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

સર્વેશ્વર ગણપતિ મહોત્સવમાં ભાવવિભોર થતા ભાવિકો

રાજકોટ : દુંદાળા દેવની ભકિત અને આસ્થાપર્વનું આ ગણપતિ મહોત્સવમાં સર્વેશ્વર ચોક ખાતે પાંચમાં દિવસે આમંત્રિત મહેમાનોની સાથે મહાઆરતી કરવામાં આવેલ. દુંદાળા દેવને ડોલર (યુ.એસ. કરંસી) નો હાર પહેરાવવામાં આવ્યો છે. રોજબરોજ ઔલોકિક શણગાર સાથે મહારાજ દ્વારા ધૂપ અને દીપની આરતી શરણાઈના શુર સાથે શરુ કરવામાં આવે છે. કોવિદ -૧૯ ગાઈડલાઈનની સંપૂર્ણ શિસ્ત સાથે આરક્ષિત વિશાળ સુશોભિત પરિસરમાં વિશાળ આયોજન કારવમાં આવ્યું છે.   ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે દરરોજ સવાર / સાંજ / અને ૧૧-૩૦ કલાકે શયન આરતી કરવામાં આવે છે. માસ્ક પહેરીનેજ પંડાલમાં પ્રવેશ આપવામાં આવે છે. આયોજકો દ્વારા માસ્કની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્સવના પ્રમુખ કેતનભાઈ જણાવે છે કે, દરરોજ રાજકોટના સામાજિક / રાજકીય / અધિકારીશ્રીઓ પણ આ સર્વેશ્વર ગણપતિ મહોત્સવમાં હાજરી આપીને દર્શનનો લાભ લે છે. આજ ના મહાઆરતીમાં શ્રી નંદાણી પરિવાર તેમજ  કિશોરભાઈ રાઠોડ મહામંત્રી વગેરે મહાનુભાઓએ મહાઆરતીનો લાભ લઈને ભાવવિભોર થયા હતા. ગણપતિના દર્શનનો સોશિયલ મીડિયા ફેશબુકમાં લાઈવ સાંજે ૭ થી ૧૧ વાગ્યે રાખવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સર્વેશ્વર સાર્વજનિક ગણપતિ મહોત્સવના સર્વે કમિટી મેમ્બર કેતનભાઈ સાપરિયા, જતિનભાઈ માનસતા, અલાઉદ્દીનભાઈ કારિયાણીયા, વિજયભાઈ ખેરડીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, કલ્પેશભાઈ દસાડીયા, ભયકુભાઈ રાઠોડ, મુકેશભાઈ વાઘેલા, ગોવિંદભાઈ બોળીયા, વિજયભાઈ સિંધવ, કેતનભાઈ ચૌહાણ, કેતનભાઈ ભટ્ટ, ગુલાબસિંહ જાડેજા,  રાજુભાઈ કિકાણી, બહાદુરસિંહ કોટીલા, હિતેશભાઈ મહેતા, બ્રિજેશભાઈ નંદાણી સાથે ૫૦ અન્ય કમિટી મેમ્બર આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર આયોજનમાં વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડ માર્ગદર્શન આપી રહ્યા છે. 

(3:32 pm IST)