Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

નશીલા પદાર્થ સાથે નારકોટીકના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૧પઃ નશીલા પદાર્થ કોકેન સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ર૬-૬-ર૧ના રોજ પોલીસે આરોપી ગુરલાલસિંઘ કુલવંતસિંઘ ધીલોન રહે. પંજાબ વાળાને ૪ ગ્રામથી વધુ નશીલા પદાર્થ કોકેન સાથે પકડી પાડેલ અને જેલ હવાલે કરેલ જેલમાંથી આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ હાજર થઇ જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી આવા નશીલા પદાર્થ વેચી યુવાધનને નશાની લત લગાવી દયે છે જેના કારણે અનેક કુટુંબ બરબાદ થઇ જાય છે. આવા આરોપીને જામીન આપવા જોઇએ નહીં તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી યુ. ટી. દેશાઇએ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા. 

(3:37 pm IST)