Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

સપ્તાહમાં ડેન્ગ્યુ - મેલેરિયા - ચીકનગુનિયાના ૧૩ કેસ

મેલેરિયા શાખા દ્વારા ફોગીંગ, પોરાનાશક સહિતની કાર્યવાહી : મચ્છર ઉત્પતી સબબ ૧૧૯૭ સ્થળોને નોટીસ : ૮ હજારનો દંડ

રાજકોટ તા. ૧૫ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા એક સપ્તાહમાં ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયાના ૧૩ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૬ સપ્ટેમ્બર થી તા. ૧૨ સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના ૯ તથા મેલેરીયાના ૨ તથા ચિકનગુનિયાના ૨ સહિત કુલ ૧૩  નોંધાતા સીઝનનાં ડેન્ગ્યુના ૬૬, મેલેરીયાના ૨૫ તથા ચિકનગુનિયાનાં ૧૧ કેસ નોંધાયા છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરીયા દ્વારા આ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ફોગીંગ કરેલા ઘરોની સંખ્યા-૫૨૧૦, મુલાકાત કરી પાણીના ટાંકા વગેરેમાં દવા નાખી પોરાનાશક કામગીરી કરેલ ઘરોની સંખ્યા-૬૭,૭૬૮, મચ્છર ઉત્પતિ સબબ આપેલ નોટીસની સંખ્યા-૧૧૯૭, મચ્છર ઉત્પતિ સબબ વસુલ કરેલ વહિવટી ચાર્જ -૮૩૫૦, તપાસેલ અન્ય પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)-૬૮૮, દવા છંટકાવ કામગીરી હેઠળ આવરી લીઘેલ ખાડા / ખાબોચીયાની સંખ્યા-૮૮, આરોગ્ય શિક્ષણ આપેલ શાળાઓની સંખ્યા - ૭૪, લોકોને મચ્છર ઉત્પતિ સ્થાનો તથા તેના અટકાયતી ૫ગલા વિશે સમજ મળી રહે તે માટે આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા સોસાયટીમાં જઇ પાવરપ્રોઇન્ટ પ્રેઝન્ટેશન તથા મચ્છરના પોરાના જીવંત નિદર્શન દ્વારા આરોગ્ય શિક્ષણ આ૫વાની કામગીરી કરવામાં આવેલ. 

(4:01 pm IST)