Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાજકોટ એસટી ડિવીઝનમાં ૬૦થી વધુ બસો ૧૦ લાખ કિ.મી. ચાલી હોય તેવી દોડાવાય છે : મુસાફરો પર ભારે જોખમ : આ તમામ બસો હાલ ગ્રામ્ય રૂટમાં ચાલુ

રાજકોટ એસટી ડિવીઝનને છેલ્લા ૨૦ દિવસથી એક પણ નવી બસ નહિં મળતા ૬૦ થી વધુ બસો કે જે ઓવરએઈજ થઇ ગઈ છે અને ૧૦ લાખથી વધુ કિ.મી. ચાલી ગઈ છે તે પણ બસો હાલ ગ્રામ્યના લોકલ રૂટમાં દોડાવાય રહ્યાનું બહાર આવ્યુ છે : મુસાફરો તથા ડ્રાઈવર - કંડકટર ઉપર ભારે જોખમ હોવાની ફરીયાદો ઉઠી છે : આ બસો ભંગારમાં મૂકવા માંગણી તથા રજૂઆતો થઈ છે : દરમિયાન ભારે વરસાદથી બંધ થયેલ ૫૩ જેટલા રાજકોટ ડિવીઝનના રૂટો ચાલુ થઈ ગયા છે : હાલ રાબેતા મુજબ ટ્રાફીક હોવાનું અધિકારીઓ ઉમેરી રહ્યા છે

(4:03 pm IST)