Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાજકોટ સહીત રાજયના ૩૦ હજાર એસટી કર્મચારીઓએ રજા રીપોર્ટ મુકી દીધાઃ રરમીની મધરાતથી બેમુદતી હડતાલ

હડતાલમાં ફિકસ પગારના કર્મચારીઓ પણ જોડાશેઃ ડ્રાઇવર-કંડકટર-પટ્ટાવાળા-કારકુન બધા હડતાલ પર : રાજકોટ ડીવીઝનના ર૩૦૦ કર્મચારીઓઃ ૮ હજારથી વધુ બસોના પૈડા થંભી જશે

રાજકોટ, તા., ૧૫: આગામી તા.રરના મધરાતથી એસટીના રાજકોટ ડીવીઝનના ૨૩૦૦ સહીત કુલ ૪૦ હજાર એસટી કર્મચારીઓ બે મુદત હડતાલ ઉપર ઉતરી જશે. આ સંદર્ભે રાજયમાં ૭૫ ટકા એટલે કે ૩૦ હજાર કર્મચારીઓએ રજા રીપોર્ટ મુકી દેતા ખળભળાટ સજર્યો છે. એસટીના ત્રણેય યુનીયનો હડતાલ માટે લડત માટે અફર છે.આ અંગે માહીતી આપતા યુનિયન આગેવાન શ્રી વેકરીયાએ અકિલાને જણાવ્યું હતુ કે ૭પ ટકા કર્મચારીઓએ રજા રીપોર્ટ મુકી દીધો છે. જેમાં ડ્રાઇવર-કંડકટર તમામ વર્કશોપ સ્ટાફ, પટ્ટાવાળા, કલાર્ક, ટાઇપીસ્ટ, કોમ્પ્યુટર ઓપરેટર અને ફીકસ પગારના કર્મચારીઓ સામેલ છે. ખાસ કરીને સાતમા પગાર પંચમાં વિસંગતતા અને ફિકસ પગાર કર્મચારીઓને ભારે અન્યાય છે. આ લોકો પણ હડતાલમાં જોડાયેલા છે.

શ્રી વેકરીયાએ જણાવેલ કે ૭ાા થી ૮ હજાર બસોના પૈડા રર મીની રાત્રે ૧ર વાગ્યાથી થંભી જશે. કાલથી કાળી પટ્ટી ધારણ કરીશું. ર૦મીએ કલેકટરને આવેદન અને ર૧-રર દેખાવો કરાશે.

(4:04 pm IST)