Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

કોરોના સામે વેકસીન રામબાણ ઇલાજ

શુક્રવારે મેગા વેકસીન કેમ્પ યોજી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની વધામણી અપાશે

રાજકોટને ૨૭ હજાર ડોઝ ફાળવાયા : વધુને વધુ નાગરિકો રસીકરણ કરાવી સુરક્ષીત બને : મેયર પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓની જાહેર અપીલ ૧૦,૩૪,૩૯૭ નાગરિકોએ પ્રથમ ડોઝ અને ૪,૭૮,૮૪૦ નાગરિકોએ બીજો ડોઝ લીધેલ છે

રાજકોટ,તા. ૧૫: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તા.૧૭ સપ્ટેમ્બરના ડજન્મદિનના શુભ અવસરે મ.ન.પા. દ્વારા મેગા વેકસીનેશનનું આયોજન કરેલ છે. આ દિવસે રાજ્ય સરકાર દ્વારા ૨૦ ડોઝ આપવામાં આવશે. વધુને વધુનાગરિકો વેકસીનેશન લેવા પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર, ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્યું હતુ કે, કોરોના સામે વેકિસન રામબાણ ઈલાજ છે. શહેરના વધુ ને વધુ નગરજનો વેકિસન લ્યે તે માટે શરૂઆતમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની જુદી જુદી સામાજીક સંસ્થાને જોડી અનેક વેકિસનના કેમ્પો કરવામાં આવેલ. જેના કારણે પ્રથમ ડોઝ ખૂબજ બહોળી સંખ્યામાં શહેરીજનોએ વેકિસન લીધેલ છે.

હાલમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કેન્દ્રો પર વેકિસન આપવામાં આવી રહી છે ત્યારે તા.૧૭સપ્ટેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના શુભ અવસરે મેગા વેકિસન આપવાનું આયોજન કરેલ છે અને રાજય સરકાર દ્વારા ૨૦,૦૦૦ વેકિસનના ડોઝ આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્ર સહિત ૩૧ કેન્દ્રો પર કોવીશિલ્ડ રસી આપવામાં આવે છે. જયારે બે કેન્દ્રો પર કોવેકિસન રસી આપવામાં આવે છે. કોવીશિલ્ડ રસી પ્રથમ ડોઝ લીધા બાદ ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવે છે. જયારે કોવીશિલ્ડ જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા તમામ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

કોરોના વેકિસનના બંને ડોઝ લેવા ખુબજ જરૂરી છે. જેથી જે નાગરિકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે અને ૮૪ દિવસ થઇ ગયેલ છે તેવા તમામ નાગરિકોએ જરા પણ આળસ કર્યા વગર બીજો ડોઝ લઇ લેવા પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં ૧૮ થી ૪૪ વર્ષના ૪૫ મોટી વર્ષના ઉપરના તમામ લોકોના ૨ ડોઝ પુરા થાય તે ખુબજ જરૂરી છે. હાલમાં, વેકિસનના કુલ ૧૫,૧૩,૨૩૭ ડોઝ લોકોને અપાઈ ચુકયા છે; જેમાં ૧૦,૩૪,૩૯૭ નાગરિકોએ પ્રથમ ડોઝ અને ૪,૭૮,૮૪૦ નાગરિકોએ બીજો ડોઝ લીધેલ છે. તા.૧૭ના રોજ સરકાર દ્વારા વેકિસનનો ખુબજ મોટો જથ્થો આપવામાં આવનાર હોય તો શહેરના નગરજનોને વેકિસન લેવા પદાધિકારીશ્રીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ. 

(4:05 pm IST)