Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ભર વરસાદે લોકોની સલામતી માટે સિંચાઇનો ફલડ સેલ ર૪ કલાક ખડે-પગેઃ તમામ ડેમ ઉપર ચાંપતી નજર

રાજકોટઃ હાલમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નદી-નાળા-ડેમ છલકાઇ રહ્યા છે ત્યારે આ સંજોગોમાં  નદી કાંઠા અને ડેમનાં નિચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરવા-સલામત સ્થળે સમયસર ખસેડવા માટે પાયાની કામગીરી રાજકોટનાં બહુમાળી ભવનમાં બેસતો સિંચાઇનો ફલડ સેલ કરે છે. આ ફલડ સેલ દિવસ-રાત ર૪ કલાક ધમધમે છે અને તમામ ડેમોમાં આવકો પાણીનો પ્રવાહ-ડેમ કયારે ઓવરફલો થશે. વગેરે ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. ડેમને બચાવવા દરવાજા ખોલવા સહીતનું મહત્વનું સંચાલન આ ફલડ સેલનાં સંદેશાઓ ઉપરથી થઇ રહ્યા છે અને કર્મચારીઓ ભર વરસાદે પણ ડેમ સાઇટ ઉપર રહી લોકોની સલામતી માટે ખડેપગે ઉભા છે. તસ્વીરમાં વાયરલેશ સેટ પરથી ડેમ સાઇટનો વરસાદ, ડેમ લેવલ વગેરેની માહિતી મેળવી અને જરૂરી સમયપત્રક ત્થા ચેતવણી વગેરેની વહીવટી કામગીરી કરી રહેલો ઇજનેરી સ્ટાફ નજરે પડે છે. નોંધનીય છે કે, અધિક્ષક ઇજનેર સિંચાઇ વર્તુળ કચેરી દ્વારા સમગ્ર ચોમાસા દરમ્યાન દરેક ડેમો પર વાયરલેસ સજજ ફલડ કંટ્રોલ રૂમ તેમજ ડેમ સાઇડ પર અધિકારી કર્મચારીગણ દિવસ-રાત વરસાદ, વાવાઝોડું ડેમો પર આવતું પાણી ઉપર ચોવીસ કલાક પોતાની નિષ્ઠાપૂર્વક સિંચાઇ ખાતાના અધિકારી કર્મચારી દાદ માગી લે છે સિંચાઇ ખાતાના અધિક્ષક ઇજનેર શ્રી મકવાણા, કાર્યપાલક ઇજનેર પરીન મારૂ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી કુવાડીયા ફલડ કંટ્રોલ રૂમ ઇન્ચાર્જ મદદનીશ ઇજનેર દેશાઇ, વર્ક આસીસ્ટન્ટ તેમજ વર્ગ-૩ અને ૪ ના કર્મચારી દિવસ-રાત ડેમો ઉપર રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) 

(4:06 pm IST)