Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

હથિયારના ગુનામાં સામેલ મહેબુબ ઉર્ફે મેબલો પઠાણ પાસામાં ધકેલાયો

યુનિવર્સિટી પોલીસે વોરંટની બજવણી કરી ભુજ જેલ હવાલે કર્યો

રાજકોટ તા. ૧પ : યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં હથિયારના ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકમાં હથિયારના ગુનામાં સામેલ મહેબુબ ખાન ઉર્ફે મેબલો હુસેનભાઇ પઠાણ (ઉ.૪૧) (રહે.) ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ર૬ કવાર્ટર નં. ૭૬૩, ૭૬૪) ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ આર. વાય. રાવલ, હેડ કોન્સ. રાજુભાઇ, શૈલેષભાઇ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી તથા મનીષાબેને દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇસ્યુ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ.એ.એસ.ચાવડા, પી.એસ.આઇ. એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, લક્ષ્મણભાઇ, જેન્તીગીરી, તથા રાવતભાઇ સહિતે મહેબુબખાન ઉર્ફે મેબલો પઠાણની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં ધકેલી દીધો હતો.

(4:09 pm IST)