Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ગુજરાત રાજયના અલગ-અલગ શહેરોમાં જઇ ATMમાં આવતા ગ્રાહકોને મદદના બહાને ATM કાર્ડ બદલી ઠગાઇ કરતી મૈથ્યુ ગેંગના બે શખ્સોનેને રૂા.૧,૪૫,૦૦૦ના મુદામાલ સાથે તાલુકા પોલીસે પકડ્યા

એએસઆઇ આર.બી.જાડેજા, હેડકોન્સ. મોહસીનખાન મલેક, કોન્સ.અમીનભાઇ ભલુર તથા કોન્સ.ધર્મરાજસિંહ રાણાની બાતમી: પીઆઇ જે.વી. ધોળા, પીએસઆઇ એન.ડી. ડામોરની ટીમની કામગીરી

રાજકોટ: રાજ્યભરમાં એટીએમમાં જઇ પૈસા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાને બહાને એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડી લઈ ઠગાઈ કરતી મેથ્યુ ગેંગના બે શખ્સોને તાલુકા પોલીસે પકડ્યા છે.

તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બી.જાડેજા તથા એચ.સી.મોહશીનખાન મલેક તથા પો.કો.અમીનભાઇ ભલુર તથા પો.કો ધર્મરાજસિંહ રાણાને ચોક્કસ બાતમી મળેલ કે પો.સ્ટે.વિસ્તાર માં આવેલ ATM સેન્ટરો પર એક શંકાસ્પદ સેન્સે કાર જેમાં ચારેક જેટલા ઇસમો સવાર છે તેઓ ATM મા પૈસા ઉપાડવા આવતા વ્યક્તીઓ સાથે શંકાસ્પદ વાતો કરે છે જેઓ દેખાવે અને બોલેયાલે હીન્દી ભાષી હોવાનુ જણાય છે અને તેઓ AIM સેન્ટર મા કોઇ કફોડ કે ગુનાહીત પ્રવૃત્તિ આચરવાના હેતુથી ચક્કર લગાવે છે. આ હકિકતની ખરાઇ કરતા જયા HDFCના ATM સેન્ટર પાસે બે ઇસમો જોવામાં આવેલ જે ATMમાં આવતા તમામ ગ્રાહકો ઉપર નજર રાખી શંકાસ્પદ હીલચાલ કરતા જોવામાં આવતા હોય જે બે ઇસમોને મોટા મવા સ્મશાન પાસે આવેલ દ્રરિકાધીશ હોટેલની બાજુમા આવેલ HDFC ATM સેન્ટર પાસેથી ગ્રે કલર ની સેન્ટ્રો કાર નંબર ડીડી03સી 2225 તથા અલગ અલગ બેંકોના ATM કાર્ડ (૧૦) તથા રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન સાથે સકંજામાં લઈ  પુછતાછ કરતા બંને વલસાડના રહેવાસીઓ હોઇ અને મેથ્યુ નામની ATM ફ્રોડ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું ખુલતા તેમજ તેના અન્ય બે સાથી સુરજસિંગ તથા ગોવિંદ સુદર્શન સાથે ગુજરાત રાજયના અલગ અલગ શહેરોમાં આવેલ ATM સેન્ટરો કે જયા ગ્રાહકો ATM કાર્ડથી નાણા ઉપાડવા આવતા હોય જેઓ સાથે ફોડ કરી ગ્રાહકને ATM માંથી નાણા ઉપાડી દેવાની મદદ કરી આપવાનું જણાવી મદદના બહાને ગ્રાહકનો ATM કાર્ડનો પાસવર્ડ નબર જાણી બાદ પોતાની પાસે રહેલ અન્ય ATM હાર્ડ ગ્રાહકોના ATM કાર્ડ સાથે બદલી ગ્રાહકોના ખાતામાંથી નાણા ઉપાડી લેવાની છેતરપીંડી કરી બાદ અન્ય શહેરોમાં જતા રહેતા હોવાની કબુલાત આપતા આ બંને શખ્સને કુલ મુદામાલ રૂ.૧,૪૫,૦૦૦ સાથે સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ શક પડતી મીલ્કત તરીકે ગણી કબ્જે કરી બંનેની સી.આર.પી.સી.લમ ૪૧(૧)ડી મુજબ  અટકાયત કરેલ છે.

આ શખસોના નામ રાજુ ઉર્ફે કડી સમબલી યાદવ (ઉ.40 ધંધો મારકેટીંગ રહે. કેલાશ રોડ સંતકૃપા રેસીડન્સી 201 વૈશાલી પાર્ક વલસાડ) અને પવનકુમાર રામચંદ્ર યાદવ (ઉ.30 ધંધો મજૂરી રહે. સહયોગ નગર મુગરાવાડી સાઇ એપાર્મેટ ફ્લેટ ને 305 વલસાડ)છે.

ગુજરાત રાજયના અલગ અલગ શહેરોમાં આવેલ ATM સેન્ટરો ( ખાસ કરી પવિત્ર યાત્રાધામ તથા જી.આઇ.ડી.સી. તથા કારખાના વિસ્તાર તેમજ પછાત વિસ્તારમાં આવેલ ATM સેન્ટરો) પર દિવસ દરમ્યાન રૂપિયા ઉપાડવા આવનાર ATM ગ્રાહકો પર વોચ રાખી જેમાંથી જે ગ્રાહક અશિક્ષીત મજુર વર્ગ અને ATM સેન્ટરનો જાણકાર ન હોય તેવા ગ્રાહકોને ગોતી તેઓને ATM માંથી નાણા ઉપાડી દેવાની મદદ કરી આપવાનો ઢોંગ કરી ગ્રાહકો પાસે ATM કાર્ડ સ્વેપ કરાવી પાસવર્ડ જાણી બાદ છળ કપટથી ગ્રાહકને ભોળવી પોતે ગ્રાહકના ATM થી પ્રયત્ન કરી રૂપિયા ઉપડતા ન હોય તેવું જણાવી પોતાની પાસે રહેલ ડમી ATM કાર્ડ ગ્રાહકના કાર્ડ સાથે અદલા બદલી કરી ATM મશીન ખરાબ હોય તેવું જણાવી ગ્રાહકને અન્ય ATM મા જવાનું કહી બાદ ગ્રાહકોનું છળ કપટથી મેળવેલ ATM દ્વારા ગ્રાહકોના ખાતામાંથી નાણા ઉપાડી લેવાની છેતરપીંડી કરી બાદ અન્ય શહેરોમાં જતા રહેતા હોવાની આદત ધરાવે છે.

બંને શખસોએ આશરે ત્રણેક દિવસ પહેલા તેઓના અન્ય બે સાથીદાર સુરજસિંગ તથા ગોવિંદ સુદર્શન રહે. બન્ને વલસાડ સાથે મળી પવિત્ર યાત્રા ધામ પાવાગઢમાં આવેલ બજાર વિસ્તારમાં આવેલ ATM માં ગ્રાહકો સાથે ઉપરોકત એમો મુજબની છેતરપીંડી કરી હતી. અન્ય ગ્રાહકો સાથે છેત્તરપીંડી કરવા સારૂ ચોટીલા યાત્રાધામ બાદ રાજકોટ શહેરમાં આવ્યા હતા અને પકડાઈ ગયા હતા.ગાઉ પણ બને આવા ગુનામાં પકડાયા હતા.

આ કામગીરી પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ  તથા નાયબ પોલીમ કમિશ્નર મનોહરસિંહ જાડેજા તથા મદદનિશ પોલીસ કમિશનર જે.એસ.ગેડમ અને એ.સી.પી. ક્રાઇમ સાહેબ ડી.વી.બસીયાની સૂચના અને  પો.ઇન્સ. શ્રી જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ. એન.ડી.ડામોર, એએસઆઇ આર.બી.જાડેજા, વિજયગીરી ગોસ્વામી, હે.કો. મોહસીનખાન મલેક તથા પો.કો. અમીનભાઇ ભલુર તથા હરસુખભાઇ સબાડ તથા મનિષભાઇ સોઢીયા તથા ધર્મરાજસિંહ રાણા તથા હર્ષરાજસિંહ જાડેજા તથા અરજણભાઇ ઓડેદરાએ કરી હતી.

(8:39 pm IST)