Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળની રવિવારે વાર્ષિક સાધારણ સભાઃ પ્રતિભાઓનું કરાશે સન્‍માન

 રાજકોટ,તા.૧૫: રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ની વાર્ષિક સાધારણસભા સરકારની કોરોનાની ગાઈડ લાઈન અનુસાર તા.૧૭ને રવિવારના રોજ સવારે ૯ કલાકે પટેલ રેસ્‍ટોરન્‍ટ (હોટલ જગતાત, ચંદદિપભાઈ આહીર) અતુલ ખુશ્‍બુ ઓટોની બાજુમાં ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
આ અંગે ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા મંડળના આગેવાનોએ જણાવેલ કે આ સાધારણ સભામાં કર્મચારીઓના તેજસ્‍વી બાળકોનું સન્‍માન, ગત બે વર્ષમાં નિવૃત થયેલા કર્મચારીઓનું સન્‍માન સાથે આહીર સમાજના કલાસ ૧ અને ૨માં નિમણુંક પામેલા અધિકારીઓનો સન્‍માન સમારોહ યોજવામાં આવશે. આ સાધારણ સભામાં રાજકોટ- મોરબી જીલ્લાના આહીર જ્ઞાતીના તમામ કર્મચારીઓને સહપરિવાર પધારવા કર્મચારી મંડળ  દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી કિરીટભાઈ મૈયડ, મંડળના હોદ્દેદારો, મનસુખભાઈ બાળા, કમલેશભાઈ બાબરીયા, મહેશભાઈ ચાવડા, નિર્મળભાઈ મેતા, રાજેશભઈ ડાંગર, રમેશભાઈ છૈયા, કાનાભાઈ રામ, ભાનુભાઈ મિયાત્રા, પ્રણવભાઈ પંચોલી, પ્રકાશભાઈ મ્‍યાત્રા, પુજાંભાઈ વરૂ, મંડળના પૂર્વ પ્રમુખ પ્રો.રમેશભાઈ ડાંગર, પ્રો.રામભાઈ વારોતરીયા, ધીરૂભાઈ ડાંગર, જેઠસુરભાઈ ગુજરીયા, સુભાષભાઈ ડાંગર, કરશનભાઈ મેતા, રાવતભાઈ ડાંગર, ચંદુભાઈ મિયાત્રા, દિલીપભાઈ ચૌહાણ, પ્રભાતભાઈ લોખીલ તથા કારોબારી અને સક્રિય સભ્‍યો ભૂપતભાઈ છૈયા, વિજયભાઈ કુંભરવાડીયા, અજીતભાઈ લોખીલ, સંજયભાઈ બોરખતરીયા, સંદિપભાઈ અવાડીયા, ગૌતમભાઈ રાઠોડ, રમેશભાઈ બોરીચા, પ્રકાશભાઈ મંઢ, ભરતભાઈ કાનગડ, મહેશભાઈ ડાંગર, વનરાજભાઈ ચાવડા, ગૌતમભાઈ ચાવડા, પ્રવિણભાઈ મેતા, નિકુલભાઈ આહીર, વિવિધ તાલુકાના પ્રભારી પ્રો.કે.આર.રામ, સંજયભાઈ હુંબલ, ભરતભાઈ હુંબલ, જયેશભાઈ ડાંગર, નિલેશભાઈ મકવાણા, દિપેનભાઈ બાબરીયા, ભીમાભાઈ ડાંગર, નારણભાઈ કુવાડીયા, રામભાઈ લાવડીયા, અજયભાઈ ડાંગર, અશ્વિનભાઈ ચાવડા, મયુરભાઈ ગજીયા, ભાનુભાઈ બાલાસરા, ધીરૂભાઈ મિયાત્રા, વિનયભાઈ વાંક, લાલજીભાઈ ડાંગર, વિવેકભાઈ હુંબલ, ગૌરાંગભાઈ ગોહિલ, વિજયભાઈ મેતા, જયપાલભાઈ બરાળીયા, પ્રવિણભાઈ જીલરીયા અને મંડળના તમામ સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.
 તસ્‍વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા મંડળના સર્વશ્રી કિરીટભાઈ મૈયડ, જેઠસૂરભાઈ ગુજરીયા, કરશનભાઈ મેતા, મનસુખભાઈ બાળા, રાવતભાઈ ડાંગર સંજયભાઈ ચાવડા, ભરતભાઈ કાનગડ નજરે પડે છે.

 

(11:20 am IST)