Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રેસકોર્ષ મેદાનમાં સાંજે રાવણ દહન-શસ્ત્ર પૂજન : તૈયારીઓને આખરી ઓપ

પપ ફુટ ઉંચુ રાવણનું અને ૩૦-૩૦ ફુટ ઉંચા કુંભકર્ણ તથા મેઘનાદના પુતળા બનાવાયા : ફટાકડાની આતશબાજી રોમાંચ સર્જશે

રાજકોટ :  આજે વિજયાદશમી વિશ્વ હિન્દુ પરીષદ-બજરંગદળ-દુર્ગાવાહીની દ્વારા રેસકોર્ષ મેદાન ખાતે રાવણ દહન, શસ્ત્રપુજન, આતશબાજી સહીતના પરંપરાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય વકતા તરીકે આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી પધારશે. યુ.પી.(આગ્રા)થી આવેલ કારીગરો દ્વારા રાવણનું પપ ફુટ ઉંચુ તથા કુંભકર્ણ અને મેઘનાથના ૩૦-૩૦ ફુટ ઉંચાઇના પુતળાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આજે શુક્રવારે સાંજે ૭ વાગ્યે રેસકોર્ષ મેદાનમાં આ ત્રણેય પુતળાનું દહન કરાશે અને ફટાકડાની અવનવી વેરાયટીઓ સાથે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. અવનવી આકાશી ફટાકડાની રોમાંચ સર્જશે. ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં શસ્ત્રો સજાવવામાં આવ્યા છે. જયાં દરેક મુલાકાતીઓ શસ્ત્રનું પુજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તસ્વીરમાં અલગ અલગ પાર્ટસમાં બનાવાયેલ મહાકાય પુતળાઓને ઉભા કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાતો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:14 pm IST)