Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

'અકિલા' કાર્યાલયની મુલાકાતે ચોટાઇ બંધુઓઃ ૧૯૬૨ થી અત્યાર સુધીની સફર વર્ણવી

સ્વાદ-કવોલીટી એટલે જલારામ ચીકીઃ ઝીપર પાઉચ પેક લોન્ચ

સાડા પાંચ દાયકા અગાઉ નટવરભાઇ ચોટાઇએ સોની બજારના નાકે વેંચાણ શરૂ કરેલઃ ત્રિકોણબાગ ખાતે 'ગોળ' શેઇપમાંથી ચોરસ આકાર આપી 'ચીકી' નામ આપેલઃ શહેરમાં આજે ૧૫૦ થી વધુ વેપારીઓ

'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન 'અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇના હસ્તે જલારામ ચીકીના નવા ઝીપર પાઉચ પેકીંગને લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રકાશભાઇ ચોટાઇ (મો.૯૩૭૭૩ ૭૮૦૭૭) અને મનોજભાઇ ચોટાઇ (મો.૯૩૭૭૩ ૭૮૦૯૯)એ ચીકીને રાજકોટથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કરવાની સાડા પાંચ દાયકાની સફર પણ વર્ણવી હતી.

રાજકોટ તા.૧૫ : એક વખત એવો હતો કે લોનાવાલાની ચીકી વખણાતી હતી, પણ હવે ચીકીના ગૃહ ઉદ્યોગમાં રાજકોટે નામ કાઢયું છે. રાજકોટમાં અંદાજે દોઢસોથી વધુ ધંધાર્થીઓ શિયાળામાં તલ, મમરા, શીંગ, દાળીયાપાક, ખજૂર પાક અને તેની સંલગ્ન આઇટમો બનાવે છે. જેની માત્ર સૌરાષ્ટ્રમાં જ નહી સૌરાષ્ટ્રની બહાર ગુજરાતમાં અને દેશમા માંગ રહે છે. આ ઉદ્યોગને કારણે સેંકડો મહિલાઓને પુરૂષોને રોજગારી મળે છે અને રાજકોટનુ નામ જયાં જયાં ચીકી જાય છે ત્યા પહોચે છે.

રાજકોટની ચીકી દેશ વિદેશમાં પ્રખ્યાત કરવાનું શ્રેય જલારામ ચીકીને જાય છે. શિયાળાની સીઝન દરમિયાન વિદેશથી આવતા એનઆરઆઇ અને દેશના જૂદા જૂદા ભાગમાંથી આવતા પ્રવાસીઓ સાથે લઇ જાય છે અથવા તેમના સગાવહાલાઓ દ્વારા જલારામ ચીકી ભેટ સ્વરૂપે મોકલવામાં આવે છે. ચીકીનો ગૃહઉદ્યોગ સાથે આંતરરાષ્ટ્રીય માપદંડો જાળવી એક સમયે છાપામાં વિંટાળીને વેચતા આ શીંગપાક, તલપાક, દાળીયા પાકને હવે એલ્યુમિનીયમ ફોઇલના એરટાઇટ પેકમાં વેચવાનુ રાજકોટમાં જલારામ ચીકીથી શરૂ થયુ છે.

'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને જલારામ ચીકીના પ્રકાશભાઇ ચોટાઇ અને મનોજભાઇ ચોટાઇ રાજકોટમાં ચીકી ઉદ્યોગના વિકાસની વાત કરતા કહે છે કે, ૧૯૬૨ની સાલમાં તેમના પિતા નટવરભાઇ અને પરિવાર સોની બજાર સવજીભાઇની શેરીમાં ઘરે ચીકી બનાવી સોની બજાર શેરીના નાકે ઉભા રહીને વેચવાનુ શરૂ કર્યુ. સમય જતા આ ગૃહ ઉદ્યોગનો વિકાસ થયો અને તેમા પેઢી દર પેઢી આધુનિકતા અપનાવતા ગયા. આજે રાજકોટમાં દોઢસોથી વધુ ચીકી વેપારી છે. નટુભાઇ ચોટાઇએ સૌપ્રથમ ત્રિકોણબાગે મોટા રોટલા જેવી ચીકીને ચોરસ આકારના ચોસલામાં બનાવી વેચવાની શરૂઆત કરી. એટલુ જ નહી ચીકી નામ પણ તેમણે આપ્યુુ. પરપ્રાંતમાંથી આ નામ આપ્યુ છે.

આજે સમગ્ર દેશમાં ચોરસ આકારમાં ચીકી વેચાય છે તેનું શ્રેય રાજકોટને અને નટુભાઇ ચોટાઇને જાય છે. આમ તો નવેમ્બરથી જાન્યુઆરી સુધી જ શિયાળામાં ચીકીનો ડિમાન્ડ રહે છે પરંતુ આ સમય દરમિયાન અનેક ગરીબ કુટુંબોને પરિવારના એકથી વધુ સભ્યોને આ કારણે રોજી રોટી મળી રહે છે. જલારામ ચીકીને બદલાતા સમયની માંગને પારખી ૧૯૯૮ની સાલમાં ચીકીને હાઇજેનીક પેકીંગમાં ન્યુટ્રીશ્ન વેલ્યુ દર્શાવી વેચાણ શરૂ કર્યુ. આ કારણે માત્ર દેશમાં જ નહિ વિદેશમાંથી રાજકોટમાં આવતા લોકો જલારામ ચીકી લઇ જવાનો આગ્રહ રાખે છે.

એક સમય એવો હતો કે માંડવી પાક, દાળીયા પાક, તલ સાંકરી, તલ મમરાના લાડુ જેટલી જ આઇટમો મળતી હતી. આજે ચીકીની લગભગ ૩૭ થી વધુ આઇટમ માર્કેટમાં મળે છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને સિઝનલ વસ્તુ ખાવાના શોખીન છે. શિયાળામાં દરેક ઘરમાં ચીકી પહોચે છે. મોટા ભાગના લોકો હેલ્થ કોન્શિયસ થઇ ગયા હોવાથી ગોળની ચીકી પસંદ કરે છે.  આ ઉપરાંત હવે ખજુરની આઇટમનો ક્રેઝ વધ્યો છે. શહેરનો વિસ્તાર થતા ગ્રાહકો સુધી પહોચવા જલારામ ચીકીએ પણ વિસ્તરણ કર્યુ છે. હાલ સોની બજાર ઉપરાંત લીમડા ચોક, ઇન્દિરા સર્કલ અને જિલ્લા ગાર્ડન પાસે બ્રાંચ છે.

જલારામ ચીકીના પ્રકાશભાઇ કહે છે કે, શિયાળામાં ગોળ શીંગ, ગોળ તલ, ગોળ શીંગતલ, ગોળ દાળીયા, ગોળ મીકસ, ગોળ ચોકો, ગોળ કાળા તલ, ગોળ કોપરા, ગોળ ક્રસ, ગોળ કાજુ, ગોળ તલના લાડવા, શીંગ તલ, શીંગ તલ દાળીયા, ખાંડ મીકસ, ખાંડ ટોપરા ક્રસ, ખાંડ ટોપરા, ખાંડ ખારેક, ખાંડ સોના, ખાંડ કાજુ, ખાંડ બદામ,ખાંડ સુકામેવા, ખાંડ કાળા તલ, મીકસ વેરાયટી સહિતની આઇટમો મળે છે.

હવે હેલ્થ કોન્શિયસ વર્ગ ગોળની ચીકી ઉપરાંત ખજૂરની સુગરલેસ ચીકી વધુ માંગતો થયો છે. ખજૂરની સુગરલેસ, ખજૂર પુરી, ખજુર રોલ, ખજૂર પાક અને ખજુર ગજકની શિયાળામાં સારી માંગ નીકળે છે. આ વર્ષે દિવાળી પર રાજગરાની શીંગ ચીકી, રાજગરા શીંગ તલ, રાજગરા હેલ્થી બાઇટ વગેરે વેરાયટી બહાર પાડવાના છીએ.

સંક્રાંતની ઉજવણી ચીકી - જીંજરા વગર અધુરી

એક સમયે ચીકીમાં લોનાવાલાનું નામ હતુ. પરંતુ હવે રાજકોટનો ઇન્ટરનેશનલ માર્કેટમાં ચીકીના નામે ડંકો વાગે છે. અહી ગૃહ ઉદ્યોગ ચલાવતા ચીકી નિર્માતાઓએઅ સ્વબળે સતત સંશોધનો અને સમય સાથે પેકીંગ અને ફુડ કવોલીટીમાં પરિવર્તન કરી ચીકીને લોકપ્રિય બનાવી છે. ખાસ કરીને મકરસંક્રાંતિની ઉજવણી ચીકી અને જીંજરા વગર ભાગ્યે જ થતી હશે. ચીકીને ઘર ઘર સુધી પહોચાડવાના યશભાગી જલારામ ચીકીના પ્રકાશભાઇ ચોટાઇ કહે છે, શિયાળાના ટોનિક સમાન ચીકીની રેન્જ ખૂબ વિશાળ થઇ ગઇ છે. અમારે ત્યા ચીકીમાં ૪ ૩૪ પ્રકારની વેરાયટી બને છે.

જેમાં શિયાળામાં ગોળની ચીકી હેલ્થની દ્રષ્ટિએ બેસ્ટ છે. ગોળની ચીકીમા શીંગપાક, ગોળ તલ, ગોળ શીંગ તલ, ગોળ દાળિયા, ગોળ ચોકો, ગોળ કાળા તલ, ગોળ કોપરા, ગોળ ક્રસ, ગોળ કાજુ, ગોળ તલના લાડવા, શીંગ તલ, શીંગ તલ દાળીયા, ખાંડ ટોપરા મીકસ, ક્રસ, ખાંડ, ખારેક, ખાંડ સોના, ખાંડ કાજુ, ખાંડ બદામ, ખાંડ સુકામેવા, ખાંડ કાળા તલ, મીકસ વેરાયટી સહિતની આઇટમોનો સમાવેશ થાય છે.

જલારામની માવા ચીકી પણ લોકપ્રિય છે. જેમા શીંગદાણાને ક્રસ કરીને માવો બનાવીને ચીકી બનાવાય છે. લોકો માવા ચીકીની સારી ડિમાન્ડ કરે છે. ૧૯૬૨થી ચીકી વ્યવસાય સાથે સંકળાયેલા ચોટાઇ પરિવારે જ રાજકોટને ચીકીનું હબ બનાવવામાં મોટુ યોગદાન આપ્યુ છે. ૧૯૬૨માં સોની બજારમાં સવજીભાઇની શેરી પાસે ચીકીની રેકડીથી આ સફર શરૂ થઇ છે. નટુભાઇ ચોટાઇએ રાજકોટમાં ગોળ ચીકીને સૌપ્રથમ વખત ચોરસ ચોસલામાં ઢાળી હતી. આજે રાજકોટની ચીકી વૈશ્વિક ઓળખ બની ચુકી છે. સંક્રાંતિ પર્વમાં રાજકોટની જલારામ ચીકી નજીકના કિરાણા સ્ટોર, ડેરી ફાર્મ તથા જલારામ ચીકીના એકસકલુઝિવ સ્ટોર ઉપર મળશે.(૪૫.૧૧)

ગત વર્ષે માવા ચીકીનો સ્વાદ ઉમેરાયો

જલારામ ચીકી સ્વાદના શોખીનો માટે હરહંમેશ નવી આઇટમ બજારમાં મુકે છે ત્રણ વર્ષના સંશોધન બાદ ગત વર્ષે જલારામ ચીકી દ્વારા માવા ચીકી લોન્ચ કરી છે જે શીંગદાણાને ક્રસ કરી તેનો માવો બનાવીને ચીકી બનાવાય છે.

નવુ ઝીપર પાઉચ પેકીંગ લોન્ચ

સહેલાઇથી ખુલી શકે તથા બંધ થઇ શકે તેવું થ્રી સાઇડ ગેઝેટ, સ્ટેડી પાઉચ જે ચીકીની દુનિયામાં ભારતમાં પ્રથમ વખત 'જલારામ ચીકી' દ્વારા ગ્રાહકોની સુવિધા માટે લોન્ચ કરાયુ છે.

આ નવા પાઉચથી ચીકીમાં ભેજ લાગવો, ચીકીનું ચોટી જવુ નહી થાય, તથા ચીકીની કડકાઇ જળવાઇ પણ રહે છે અને કવોલીટી સ્ટેબલ રહે છે. જે આ પાઉચની વિશેષતા છે.

(3:15 pm IST)