Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રાવણ રૂપી અસૂરોનો નાશ કરવા જ હથીયારો ઉપડે તેવી પ્રાર્થના દશેરાએ રાજકોટ પોલીસ શસ્ત્રાગારમાં પૂજન

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ-જેસીપી ખુરશીદ અહેમદ-ડીસીપી પ્રવિણકુમાર મીણા-ડીસીપી મનોહરસિંહ જાડેજાના હસ્તે ઢાલ તલવારથી માંડી ઓટોમેટિક રાયફલ સુધીના હથીયારો અને હોર્સ બ્રિગેડનું પૂજન

રાજકોટઃ આજે અસૂરો ઉપર દેૈવી શકિતના વિજયના મહાપર્વ વિજ્યા દસમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઇ છે. આ દિવસે ભારતીય પરંપરા મુજબ અસૂરોનો નાશ કરવા ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે.  રાજકોટ પોલીસ વિભાગે પણ આ પરંપરા જાળવી પોલીસ હેડકવાર્ટર સ્થિત શસ્ત્રાગારમાં સવારે ધાર્મિક વિધીવિધાન સાથે શસ્ત્રપૂજન કર્યુ હતું. આ તકે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રાર્થના કરી હતી કે તેમને ફાળવાયેલા હથીયારોનો ઉપયોગ રાક્ષસરૂપી ગુનેગારોનો નાશ કરવા જ ઉપડે, કોઇ નિર્દોષ ભોગ ન બને...તસ્વીરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઇન્સાસ રાયફલનું મિકેનિઝમ નિહાળતાં નજરે પડે છે. બીજી તસ્વીરમાં શસ્ત્રાગારમાં રહેલા ઢાલ-તલવાર-પિસ્તોલથી માંડી ઓટોમેટિક હથીયારોનું પૂજન કરી રહેલા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી પ્રવિણકુમાર મીણા સહિતના અધિકારીઓ નજરે પડે છે. નીચેની તસ્વીરમાં પોલીસ અશ્વદળના તેજીલા તોખાર સમા અશ્વોના કપાળે તિલક કરી પૂજનવિધી કરતાં પોલીસ કમિશનરશ્રી અને બીજા અધિકારીઓ નજરે પડે છે. સોૈથી નીચેની તસ્વીરમાં ઉપસ્થિત આસી. પોલીસ કમિશનર  અને પોલીસ ઇન્સપેકટર્સ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ નજરે પડે છે.  (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:19 pm IST)