Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

શ્રી જય અંબે ગરૂડની ગરબીની મુલાકાતે ડીસીપી પ્રવીણકુમાર

રાજકોટઃ. રાજકોટમાં આઝાદી પૂર્વે ૧૨૫ વર્ષથી અવિરત ચાલતી પ્રાચીન જય અંબે ગરૂડ ગરબીનું રાજકોટ જિલ્લામાં જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેરૂ મહત્વ છે. જગવિખ્યાત ગરબીમાં રાજકોટના કર્તવ્યનિષ્ઠ અધિકારી રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી પ્રવીણકુમાર મીણા અને રાજકોટ શહેર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર શ્રી જોષી અતિથિ વિશેષ તરીકે પધારેલ ત્યારે તેમનું જય અંબે ગરૂડ ગરબીના સંચાલક જય અંબે ગરબી મંડળ, એસ.ડી. ગ્રુપ, બડા બજરંગ ગ્રુપ દ્વારા રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રવીણકુમાર મીણા અને રાજકોટ શહેર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર શ્રી જોષીનું ફુલમાળા સાથે શ્રી સહદેવસિંહ ડોડીયા દ્વારા અભિવાદન કરેલ. પ્રસ્તુત તસ્વીરમાં ગરબે ઘુમતી બાળાઓ તેમજ આરતી ઉતારતા પોલીસ અધિકારીઓ નજરે પડે છે.

(3:23 pm IST)