Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

કોઠારીયા ચોકડીના બુટલેગર ચંદ્રેશ ઉર્ફે કાળિયોને પાસામાં ધકેલતાં પોલીસ કમિશનર: યુનિવર્સિટી પોલીસે વોરંટ બજવણી કરી વડોદરા જેલમાં ધકેલાયો: અગાઉ છ વખત ખાધી છે પાસા તળે જેલની હવા

રાજકોટઃ વધુ એક બુટલેગરને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ પાસામાં ધકેલ્યો છે. કોઠારીયા ચોકડી, બ્રહ્મણી હોલવાળી શેરી, ન્યુ રાધેશ્યામ સોસાયટી, શેરી નં.૬માં રહેતાં ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઇ ચાઉં બ્રાહ્મણ વિરુદ્ધ દારૂના ગુના નોંધાયા હોઈ ઇ ગુજકોપમાં ઈતિહાસ ચેક કરી જેસીપી ખુરશીદ અહેમડ, ડીસીપી મનોહરસિંહ જાડેજા,એસીપી જે.એસ.ગેડમના માર્ગદર્શન હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તે મંજૂર કરી વડોદરા જેલમાં ધકેલવા આદેશ કરતા વોરંટ બજવણી કરવામાં આવી છે.

ચંદ્રેશ ઉર્ફે કાળિયો વિરુદ્ધ દારૂના 11 ગુના નોંધાયા છે અને અગાઉ છ વખત પાસાની હવા ખાઈ ચુક્યો છે.

આ કામગીરી ઇ.પો.ઇન્સ. કે.એ.વાળા, આર.વાય.રાવલ (પી.સી.બી. શાખા),પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ.કોન્સ. ગીરીરાજસિંહ સજજનસિંહ, હરપાલસિંહ જશુભા, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ, રાજેશભાઇ નાગદાનભાઇ, પો.કોન્સ. લક્ષ્મણભાઇ રાણાભાઇ, જેન્તીગીરી રેવતીગીરી, બળભદ્રસિંહ સુરૂભા, સહદેવસિંહ ધર્મેન્દ્રસિંહ, બ્રીજરાજસિંહ ઇન્દ્રસિંહ ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર. તેમજ રાજકોટ શહેર, પી.સી.બી. શાખાના પો.હેડ.કોન્સ. રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, મનીષાબેન સહિતે કરી છે.

 

(6:15 pm IST)