Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાજસમઢીયાળાની સીમમાં રંગૂન માતા મંદિર પાછળ 'કટીંગ' વખતે ક્રાઇમ બ્રાંચ ત્રાટકીઃ ૧૩.૯૧ લાખનો દારૂ ભરેલી ત્રણ કાર સાથે પ્રકાશ ઉર્ફ ચિકીડો પકડાયોઃ રાજૂ ઉર્ફ લાલજી, ભરત અને અજાણ્યા ભાગી ગયાઃ કુલ ૨૮.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે

એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીઃ દેવાભાઇ ધરજીયા,સુભાષભાઇ ઘોઘારી,મૈસુરભાઇ કુંભારવાડીયા ની બાતમી પરથી પીએસઆઇ પી. બી. જેબલીયાની ટીમનો દરોડો

રાજકોટઃ શહેર ક્રાઇમ બ્રાંચે મોડી રાતે બે વાગ્યે રાજકોટ-ભાવનગર હાઇવે પર રાજસમઢીયાળા ગામની સીમ રંગૂન માતાના મંદિર પાછળ આવેલા ખેતરના વંડામાં દારૂના કટીંગ વખતે જ બાતમી પરથી દરોડો પાડી રાજકોટ કોઠારીયા રોડ આસોપાલવ સોસાયટીના પ્રકાશ ઉર્ફ ચિકીડો જયસુખભાઇ દુધરેજીયા (બાવાજી) (ઉ.વ.૩૨)ને રૂ. ૧૩ લાખ ૯૧ના ૩૧૬૮ બોટલ દારૂ સાથે પકડી લઇ દારૂ તથા ત્રણ કાર મળી રૂ. ૨૮,૯૧,૫૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ડીસીબીની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે  દેવાભાઇ ધરજીયા તથા સુભાષભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસમઢીયાળા ગામની સીમમાં રંગૂન માતા મંદિર પાછળના ખેતરમાં ત્રણ ફોરવ્હીલર કારમાં દારૂનો જથ્થો આવ્યો છે અને કટીંગ થઇ રહ્યું છે. તેના આધારે દરોડો પાડવામાં આવતાં નાશભાગ મચી ગઇ હતી.

પોલીસે પ્રકાશ ઉર્ફ કિચોડો દુધરેજીયાને પકડી લઇ ત્રણ અલગ અલગ કારમાં ભરેલો દારૂનો જથ્થો રૂ. ૧૩,૯૧,૦૪૦નો તથા રૂ. ૧૫ લાખની ત્રણ કાર મળી કુલ ૨૮,૯૧,૫૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા પ્રકાશ ઉર્ફ ચીકીડાની પુછતાછમાં ભાગી ગયેલા શખ્સોમાં રાજુ ઉર્ફ લાલજી ગોરધનભાઇ સરવૈયા (રહે. ઠેબચડા) ભરત તલસાણીયા છે. તેમજ એક અજાણ્યો પણ ભાગી ગયો હતો. આ ત્રણેયએ મળી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ તમામની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,   જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ  જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીએઅસાઇ પી. બી. જેબલીયા, દેવાભાઇ ધરજીયા, સુભાષભાઇ, મૈસુરભાઇ કુંભારવાડીયા, ક્રિપાલસિંહ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

પો.હેડ.કોન્સ. સુભાષભાઇ ઘોઘારી, પો.કોન્સ દેવાભાઇ ધરજીયા તથા મૈસુરભાઇ કુંભારવાડીયાની બાતમી પરથી આ સફળ દરોડો પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ દારૂના 19 ગુના નોંધાઇ ચુક્યા છે. એક મારામારીમાં પણ પકડાયો હતો અને પાસાની હવા પણ ખાઈ ચુક્યો છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી તથા પો.સબ.ઇન્સ પી.બી.જેબલીયા તથા પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ જાડેજા વિક્રમભાઇ ગમારા, તથા અંશુમાનભા ગઢવી તથા સુભાષભાઇ ઘોઘારી તથા જીગ્નેશભાઇ મારૂ તથા પો.કોન્સ પ્રતાપસિંહ મોયા તથા દેવાભાઇ ધરજીયા તથા નિતેષ બારૈયા તથા મૈસુરભાઇ કુંભારવાડીયાએ કરી હતી.

(11:46 am IST)