Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ગોપાલચોકમાં કારને રસ્તો આપવા મામલે યુવાન પર હુમલો, ખૂનની ધમકીમાં હિમાલયા ફ્રીઝવાળા રવિ ડોડીયાને યુનિવર્સિટી પોલીસે મેટોડાથી કારમાં દારૂ સાથે પકડ્યો

ઝડપાયેલા રવિ વિરૂધ્ધ ત્રણ વર્ષ પહેલા મુંબઇમાં ચિલઝડપનો ગુનો નોંધાયો હતો

રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ ધરમનગર મેઇન રોડ પર રહેતો અને મારવાડી કોલેજમાં સિવિલ એન્જીનિયરીંગમાં અભ્યાસ કરતો હરશ્યામસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.૨૧) નામનો યુવાન બપોરે કારમાં તેના નાનાભાઇ ધર્મદિપસિંહને બેસાડી સ્કૂલે મુકવા જઇ રહ્યો હતો ત્યારે ગોપાલ ચોકમાં કૈલાસનગર પાસે પહોંચ્યો તે વખતે આરએમસી ગાર્ડન નજીક કારને રસ્તો આપવા મામલે રવિ અભેસિંહ ડોડીયા નામના શખ્સે માથાકુટ કરી ગાળો દઇ તેના પર હુમલો કરી તેમજ હરશ્યામસિંહના પિતાજીને પણ ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી. આ ગુનામાં પોલીસે આરોપી

આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ત્વરીત તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા અને કોન્સ. જેન્તીગીરી ગોસ્વમીને માહિતી મળી હતી કે ધમકી આપનાર આરોપી રવિ ડોડીયા મેટોડામાં આવેલી હિમાલયા ફ્રીઝ નામની ફેકટરીનો માલિક છે અને તે મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧ પ્લોટ નં. ૨૨૨ ખાતે તેની ઇનોવા કાર જીજે૦૩કેસી-૦૦૫૫ સાથે ગયો છે. આ માહિતી પરથી પોલીસે ત્યાં પહોંચી તપાસ કરતાં કારમાંથી જોન વોકર રેડ લેબલ સ્કોચની ૨૫૦ મિ.લી.ની બોટલ પણ મળતાં તે તથા કાર કબ્જે કરી રવિ અભેસિંહ ડોડીયા (ઉ.૩૦-રહે. આર. કે. પાર્ક મેઇન રોડ, અનુષ્કા મકાન, રાણી ટાવર પાસે કાલાવડ રોડ)ની ધરપકડ કરી હતી.

ઇન્ચાર્જ પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, જેન્તીગીરી , બલભદ્રસિંહ, સહદેવસિંહ, બ્રિજરાજસિંહ સહિતે આરોપીને પકડવાની કામગીરી કરી હતી. પોલીસના કહેવા મુજબ આ શખ્સ ત્રણેક વર્ષ પહેલા મુંબઇ આર્થરરોડ પોલીસ સ્ટેશનમાં ચીલઝડપના ગુનામાં પકડાયો હતો.

(10:48 am IST)