Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સુધરે ઇ આ નહિ...બુટલેગર ચંદ્રેશ ઉર્ફ કાળીયો સાતમી વખત પાસામાં ધકેલાયો

હર્ષદ મહાજનના સાગ્રીતને વડોદરા જેલમાં ધકેલાયોઃ યુનિવર્સિટી પોલીસે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૫: વધુ એક બુટલેગરને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસામાં ધકેલ્યો છે. કોઠારીયા ચોકડી, બ્રહ્માણી હોલવાળી શેરી  ન્યુ રાધેશ્યામ સોસાયટી, શેરી નં.૬માં રહેતાં બુટલેગર હર્ષદ મહાજનના સાગ્રીત ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઇ ચાઉ-બ્રાહ્મણ વિરૂધ્ધ દારૂના ગુના નોંધાયા હોઈ ઇ-ગુજકોપમાં ઈતિહાસ ચેક કરી જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા,એસીપી જે.એસ.ગેડમના માર્ગદર્શન હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તે મંજૂર કરી વડોદરા જેલમાં ધકેલવા આદેશ કરતા વોરંટ બજવણી કરવામાં આવી છે. ચંદ્રેશ ઉર્ફે કાળિયો વિરૂધ્ધ દારૂના ૧૧ ગુના નોંધાયા છે અને અગાઉ છ વખત પાસાની હવા ખાઈ ચુક્યો છે. હવે સાતમી વખત પાસામાં ધકેલાય છે.

આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ  કે.એ.વાળા, પીસીબી પીઆઇ આર.વાય.રાવલ, પીએસઆઇ એ.બી.જાડેજા, હેડકોન્સ. ગીરીરાજસિંહ સજજનસિંહ, હરપાલસિંહ જશુભા, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ, રાજેશભાઇ નાગદાનભાઇ, પો.કોન્સ. લક્ષ્મણભાઇ રાણાભાઇ, જેન્તીગીરી રેવતીગીરી, બળભદ્રસિંહ સુરૂભા, સહદેવસિંહ ધર્મેન્દ્રસિંહ, બ્રીજરાજસિંહ ઇન્દ્રસિંહ, પીસીબીના હેડકોન્સ. રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા અને મનીષાબેન સહિતે કરી હતી.

(11:22 am IST)