Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રૈયા ચોકડીએ કાવો મારનાર બાઇક ચાલકને સમજાવતાં ઋષભ વ્યાસ પર છરીથી હુમલો

રાજકોટ તા. ૧૫: લક્ષ્મીનગર ત્રિશુલ ચોકમાં રહેતાં ઋષભ કલ્પેશભાઇ વ્યાસ (ઉ.વ.૨૫) નામના યુવાન પર રાત્રીના સવા દસેક વાગ્યે રૈયા ચોકડી પાસે અજાણ્યા બે શખ્સે ઝઘડો કરી છરીથી હુમલો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કાવો મારવા મામલે આ માથાકુટ થઇ હતી.ઋષભ વ્યાસ ઘાયલ હાલતમાં સ્િવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. ઋષભનાક હેવા મુજબ તે એરપોર્ટ ફાટક પાસે ફૂટવેરની દૂકાનમાં કામ કરે છે. રાતે બાઇક હંકારીને નાણાવટી ચોકમાંથી પસાર થતો હતો ત્યારે બાઇક પર બે જણા નીકળ્યા હતાં. તેના ચાલકે આડેધડ કાવા મારતાં પોતે પડતાં પડતાં રહી ગયો હતો. આથી તેને કિસ્મત હોટેલ નજીક પહોંચી ધ્યાન રાખીને હંકારવાનું કહેતાં ચાલક સહિતના બે જણાએ ઉશ્કેરાઇ જઇ માથાકુટ કરી હતી અને પોતાને છરી ઝીંકી દીધી હતી. સારવાર બાદ રાતે જ રજા લીધી હતી.

(5:02 pm IST)