Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ દ્વારા અધિકારી-પદાધિકારીઓનું સન્માન

 રાજકોટ : મુખ્યમાર્ગો ઉપર માંસ અને મટનનું વેચાણ ખુલ્લેઆમ થતુ હતું. જેના લીધે ધાર્મીક લાગણીઓ દુભાતી હતી. ત્યારે આ મુખ્યમાર્ગો ઉપર ગેરકાયદેસર રીતે ધમધમતા નોનવેજના હાટડાઓને બંધ કરાવવા બદલ મેયર ડો.પ્રદિપ ડવ અને અધિકારી તથા પદાધિકારીઓનો રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ દ્વારા આભાર વ્યકત કરાયો હતો. રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષ જીજ્ઞેશ રામાવત, ઉપાધ્યક્ષ વિમલ કીલજી, મહામંત્રી હિરેન ગોસ્વામી, ગૌતમ ભારવાણી, મંત્રી રાજેશ ટાંક, અમૃતલાલ દેવમુરારી, બકુલ ચોટીલા, ગૌતમ ચૌહાણ, નિર્મળાબેન, આયુષ ભારવાણી, ભાવેશ નિમાવત તથા સમગ્ર સંત સમાજ, રામદળ, શિવદળ વગેરે વતી મેયરનું વિશેષ સન્માન કરવામાં આવેલ.

(3:00 pm IST)